Zydus બાયોટેક પાર્કનું નિરીક્ષણ કરીને મોદી પુણે રવાના

Webdunia
શનિવાર, 28 નવેમ્બર 2020 (11:39 IST)
ઝાયડસ ફાર્માની કોરોનાની રસી ઝાયકોવિડ વેકસીનનું પણ અંતિમ તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટથી ઝાયડસ બાયોટેક પાર્ક પહોંચ્ય હતા. જ્યાં તેમણે હવે કંપની દ્વારા વિકસાવવામાં આવેલી ટ્રાયલ વૅક્સિનનું નિરિક્ષણ કર્યુ.  વડાપ્રધાન્ર ઝાયડસના ચેરમેન પંકજ પટેલ સાથે પ્લાંટનુ નિરીક્ષણ કરીને ચર્ચા કરી.  ત્યાર બાદ તેઓ વૅક્સિન તૈયાર કરનાર વૈજ્ઞાનિકો સાથે ચર્ચા કરી.  હવે  તેઓ પુણે જવા રવાના થયા છે. જ્યાં તેઓ સિરમ ઈન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે અને બાદમાં હૈદરાબાદ જવા રવાના થશે.
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની  ઝાયડસ  બાયોટેક દ્વારા વિકસાવાઈ રહેલી covid-19 રસીના નિર્માણકાર્યની  સમીક્ષા  નિરીક્ષણ માટે  ગુજરાતની ટૂંકી મુલાકાતે આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યના મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. 
 
આ વેળાએ વડાપ્રધાનના સ્વાગત સત્કાર  માટે પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા, સામાન્ય વહીવટ વિભાગ ના અધિક મુખ્ય સચિવ કમલ દયાની  અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ જિલ્લા કલેકટર સંદીપ સાગલે અને  ચીફ પ્રોટોકોલ ઓફિસર તેમજ અધિક સચિવ જ્વલંત ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા. 
 
અમદાવાદ એરપોર્ટ ખાતેથી હેલિકોપ્ટર દ્વારા વડાપ્રધાનશ્રી covid-19 રસીના નિર્માણકાર્યની સમીક્ષા કરવા  ચાંગોદર માં આવેલા ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાતે અર્થે રવાના થયા હતા. 
 
ઝાયડસ કેડિલા (zydus cadila) ના ચેરમેન પંકજ પટેલ હાલ પ્લાન્ટ પર પહોંચી ગયા હતા, અને તેમણે પોતાની રસી વિશે પીએમ મોદીને માહિતી પુરી પાડી હતી. પ્લાન્ટમાં ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલ અને એમડી શર્વિલ પટેલે પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું.  
 
પીએમ મોદીએ પ્લાન્ટમાં પંકજ પટેલ, શર્વિલ પટેલ તથા વૈજ્ઞાનિકો સાથે બેઠક કરી. જેમાં તેઓએ કંપની દ્વારા બનાવવામાં આવેલી ઝાયકોવ-ડી વેક્સીન વિશેની માહિતી મેળવી છે. 
 
 શર્વિલ પટેલના બાળકો સાથે પ્રધાનમંત્રીએ નાનકડો વાર્તાલાપ કર્યો હતો. પ્રધાનંમંત્રીને બાળકો પહેલેથી જ વ્લાહા છે, તેથી તેઓ પ્લાન્ટમાં શર્વિલ પટેલના બાળકો સાથે જોવા મળ્યા હતા.

સંબંધિત સમાચાર

Next Article