લગ્ન પ્રસંગ માટે પોલીસ મંજૂરીની જરૂર નહી: ગૃહ રાજ્ય મંત્રી

શનિવાર, 28 નવેમ્બર 2020 (09:34 IST)
રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે દિવસના લગ્ન માટે પોલીસ મંજૂરીની જરૂર નથી. આ અંગે ઘણા લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે દિવસના લગ્ન માટે કોઇપણ પોલીસ સ્ટેશનમાંથી મંજૂરીની જરૂર નથી. જોકે રાજ્યમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે સ્વચ્છતા, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવું જરૂરી છે. રાજ્યના કેટલાક શહેરોમાં રાત્રિ કર્ફ્યૂં છે. તે વિસ્તારોમાં કોઇ કાર્યક્રમ થવો જોઇએ નહી જ્યાં કર્ફ્યૂં લાગૂ છે. આ અંગે પહેલાં જાણ કરવામાં આવી હતી. 
 
પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે લગ્ન અથવા સ્વાગત સમારોહ પોલીસની મંજૂરી વિના આયોજિત થઇ શકશે. શરત એટલી છે કે લગ્ન અથવા સત્કાર સમારોહમાં વધુમાં વધુ 100 લોકો જોડાઇ શકે છે. લગ્નમાં વરખોડાની પર પ્રતિબંધ છે. જે શહેરોમાં કરફ્યૂં છે ત્યાં રાત્રે લગ્ન કે સ્વાગત સમારોહ કાર્યક્રમ યોજી શકાશે નહી.
 
રાજકોટમાં સર્જાયેલી ઘટના વિશે વાત કરતાં તેમણે કહ્યું કે રાજકોટની હોસ્પિટલમાં સર્જાયેલી ઘટના દુખદ અને ગંભીર છે. આ ઘટનમાં જે લોકોના મોત થયા છે, તેમના વિશે જાણકારી મળતાં જ રાત્રે જ મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક મ્યુનિ કમિશનર કલેકટર અને ચીફ સેક્રેટરી સાથે સંપર્ક માં હતા. એ કે રાકેશ અધિક મુખ્ય સચિવને જરૂરી સૂચના અપાઈ છે. પોલીસ પણ ઘટના તપાસ કરી રહી છે અને ડેપ્યુટી કમિશનરના અધ્યક્ષ સ્થાને SIT બનાવાઈ છે. 
 
ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેકટર દ્વારા પણ રિપોર્ટ લેવામાં આવ્યો છે અને FSL દ્વારા પણ તપાસ કરવામાં આવી છે. રાજ્ય સરકાર ક્યાંય પણ કોઈનું પણ અકસ્માત કે આગથી મૃત્યુમાં ચલાવી નહિ લે અત્યંત દુઃખદ ઘટના છે. આ બાબતે મુખ્યમંત્રી કક્ષાએ ગંભીરતા લેવામાં આવી છે. રાજ્ય સરકાર પાસે મંગાયેલી તમામ માહિતી સુપ્રીમ ને આપવામાં આવશે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર