આજે શિક્ષક પર્વ સંમ્મેલન યોજાયુ હતુ જેમાં વડાપ્રધાન મોદી હાજર રહ્યા હતા તેમણે કહ્યુ હતુ કે ભારત નવા સંકલ્પ લઈ રહ્યુ છે.
શિક્ષક પર્વના ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે શિક્ષણ માત્ર સર્વસમાવેશક ન હોવું જોઈએ પણ ન્યાયી પણ હોવું જોઈએ. વાત કરતા પુસ્તકો અને ઓડિયોબુક્સ હવે શિક્ષણ પ્રણાલીનો ભાગ છે. ભારતીય સાંકેતિક ભાષા માટે એક શબ્દકોશ બનાવવામાં આવ્યો છે. દેશમાં પ્રથમ વખત, ભારતીય સાંકેતિક ભાષાને અભ્યાસક્રમમાં વિષય તરીકે સમાવવામાં આવી રહી છે.