કચ્છની ઘરતીમાં અનેરી તાકાત છે 2022માં દેશને નવી ઊંચાઈએ લઈ જઈશું: મોદી

Webdunia
સોમવાર, 22 મે 2017 (17:00 IST)
કંડલા એક પ્રકારે લઘુ ભારત છે. એરપોર્ટથી કંડલા પોર્ટ આવતાં રસ્તામાં બધાએ જે પ્રકારે સન્માન કર્યું, તમે રસ્તાની બન્ને બાજુ આબેહૂબ ભારત ઊભું કરી દીધું હતું. તેના માટે હું આભારી છું.  મુખ્યમંત્રી હતો ત્યારે પણ ઘણીવાર આવતો. કચ્છની ધરતીમાં એક પ્રકારની શક્તિ છે. 200 વર્ષ પહેલા પણ કોઇ કચ્છી દુનિયાના કોઇ છેડે ગયો હશે તોય બીમાર થાય તો વિચારતો કે કચ્છ જતાં રહીએ તબિયત સારી થઇ જશે. 

કચ્છના લોકો પાણીદાર તો છે પણ વગર પાણીએ જિંદગી ગુજારતાં. પાણીનો મહત્વ શું તે એ કચ્છના લોકો સારી રીતે જાણે છે. કચ્છ પાસે શું નથી? માત્ર દેશ નહીં દુનિયાના ચુંબકની જેમ આકર્ષિત કરવાની શક્તિ આ ધરતીમાં છે. વિશ્વ વેપારમાં ભારતે પોતાની જગ્યા બનાવી લીધી છે. આવામાં ભારત પાસે ઉત્તર પોર્ટ્સ હોવા જરૂરી છે. કંડલા પોર્ટ અને ત્યાં આજે નિર્માણ થતી વસ્તુ કોઇ વિચારી પણ શકે તેમ નથી. આજે કંડલા પોર્ટે એશિયાના મુખ્ય પોર્ટ્સમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. કંડલા પોર્ટનું ગ્રોથ સરપ્રાઇઝ કરનારું છે. બધાં સાથે મળીને તેની તાકાત વધારીએ દેશને કલ્પના વગરના લાભ મળી શકે છે. કંડલામાં 1 હજાર કરોડના પ્રોજેક્ટ્સ આવી રહ્યાં છે. જે સામાન્ય રકમ નથી. દેશમાં સૌથી ઝડપથી આગળ વધી રહ્યું તે ડિસ્ટ્રીક કચ્છ છે. 2022માં દેશને નવી ઊંચાઈએ લઈ જઈશું. હજુ પાંચ વર્ષ આપણી જોડે છે. કંઇક કરી બતાઓ.  દરેક લોકો કંઇક કરી બતાવે. બધા યોગદાન આપે.
Next Article