અમદાવાદથી સ્થાનિક પત્રકાર ભાર્ગવ પરીખ જણાવે છે કે શહેરના દરિયાપુર, જમાલપુર, શાહઆલમ, દાણીલીમડા, લાલ દરવાજા જેવા મુસ્લિમ વિસ્તારોમાં દુકાનો બંધ છે અને બંધની ભારે અસર જોવા મળી રહી છે. અમદાવાદમાં કાયદાનો વિરોધ કરનારાઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાનો પણ અહેવાલ છે.