અમરનાથ યાત્રામાં સાબરકાંઠાના પાર્સિંગ વાળી બસ પર હૂમલો થયો છે. ત્યારે હિંમતનગરના જીલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે અમરનાથમાં ત્રાસવાદીના હુમલાનો ભોગ બનેલી બસ સાબરકાંઠાના પાર્સિંગની છે. આ ઓમ ટ્રાવેલ્સની બસ 6 મહિના પહેલાં વલસાડ ખાતે વેચાઇ હતી. જેમાં કોઇ મુસાફરો સાબરકાંઠાના ન હતા.
તાજેતરમાં મળતી માહિતી મુજબ બસ ના મલિક જવાહર ઉત્તમભાઈ દેસાઈ તેમના દીકરા ને પણ ત્રણ ગોળી વાગી છે. બસ ઈડરના સંજય પટેલની માલિકીની હતી. તેમણે આ બસ વલસાડના જવાહર દેસાઈ નામની વ્યક્તિને વેચી દીધી હતી. હુમલામાં હર્ષ જવાહર દેસાઈને 3 ગોળી વાગી હોવાના અહેવાલ છે.
ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ જાડેજાએએ જણાવ્યું હતું કે અમરનાથા યાત્રા દરમિયાન આતંકવાદી હુમલો થયો છે. આ હુમલોમાં બસ ગુજરાતની હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળતા ગુજરાત સરકાર દ્વારા જમ્મૂ કાશ્મીર સરકાર તથા અમરનાથ ફ્લાયિંગ બોર્ડનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આતંકવાદી હુમલામાં સાબરકાંઠાના હંસાબેન પટેલ અને વિજય પટેલના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.