Mehsana Train Accident - ટ્રેન મુસાફરીમાં લાલબત્તી સમાન કિસ્સો

Webdunia
શુક્રવાર, 15 ડિસેમ્બર 2023 (10:02 IST)
ટ્રેનમાં બાળકો સાથે મુસાફરી કરતા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો બન્યો છે. મહેસાણાના ડાંગરવા સ્ટેશન પાસે એક ભયાનક દુર્ઘટના બની છે. ચાલુ એક્સપ્રેસ ટ્રેનમાંથી 10 વર્ષીય બાળક બહાર ફેંકાઇ જતા તેનું મોત નીપજ્યું છે. મહેસાણાથી જમ્મુ-તાવી જતી એક્સપ્રેસ ટ્રેનમાં આ ભયાનક દુર્ઘટના બની હોવાની માહિતી સામે આવી છે.
 
અમદાવાદમાં રહેતો 10 વર્ષીય રણવીરસિંહ પરિવાર સાથે મહેસાણાથી અમદાવાદ તરફ જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે તે મુસાફરી દરમિયાન ટોઇલેટ જઇ રહ્યો હતો, ત્યારે ડાંગરવા સ્ટેશન નજીક અચાનક તે ટ્રેનની બહાર ફેંકાઇ ગયો હતો. ઘટના બાદ ટ્રેનને રોકવામાં આવી હતી પરંતુ રણવીરસિંહ ગંભીર હાલતમાં મળી આવ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં પણ ખસેડાયો હતો. જો કે સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરાયો હતો.
 
માતા પિતા કે કોઈપણ સબધી બાળકને લઈને મુસાફરી કરી રહયા હોય તો ધ્યાન રાખો કે બાળકને ચાલુ ટ્રેનમાં એકલા જ ટોયલેટ ન મોકલશો. તેમની સાથે કોઈ એક મોટી વ્યક્તિએ જવું જોઈએ. 

સંબંધિત સમાચાર

Next Article