સંસદકાંડના આરોપીઓ પાસેથી મળી આવ્યું એક પેમ્ફલેટ, જેના પર વડાપ્રધાન વિશે લખી હતે આ વાત

Webdunia
શુક્રવાર, 15 ડિસેમ્બર 2023 (08:30 IST)
Parliament security breach
 સંસદ સુરક્ષા ભંગ કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ કેસમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી લલિત ઝાએ પણ દિલ્હી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું હતું, ત્યારબાદ તેને સ્પેશિયલ સેલને સોંપવામાં આવ્યો હતો. હવે આ મામલે મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકસભાની સુરક્ષાના ભંગની ઘટનાના બે આરોપીઓ 1929 દરમિયાન ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન ક્રાંતિકારી ભગત સિંહ દ્વારા 'સેન્ટ્રલ એસેમ્બલી'ની અંદર બોમ્બ ફેંકવાની ઘટનાનું પુનરાવર્તન કરવા માંગતા હતા.
 
આરોપીના કબજામાંથી એક પેમ્ફલેટ મળી આવ્યું હતું
આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે આરોપીના કબજામાંથી એક પેમ્ફલેટ મળી આવ્યું છે, જેમાં લખવામાં આવ્યું છે કે, "વડાપ્રધાન ગુમ છે અને જે તેમને શોધી કાઢશે તેને સ્વિસ બેંકમાંથી પૈસા મળશે." પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપીઓના જૂતા ખાસ ડિઝાઇન કરવામાં આવ્યા હતા અને સ્મોક 'કેન' છુપાવવા માટે ખાસ જગ્યા બનાવવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું કે, આ કેન ને સાગર શર્માએ લખનૌથી ખરીદી હતી. પોલીસે જણાવ્યું કે આરોપીઓએ સંસદમાં પેમ્ફલેટ ફેંકવાની યોજના બનાવી હતી. તેણે કહ્યું કે તેમણે ત્રિરંગા પણ ખરીદ્યા હતા.
 
પેમ્ફલેટ પર લખવામાં આવ્યા હતા અનેક વાંધાજનક સંદેશ
સૂત્રોએ જણાવ્યું કે આરોપીઓ પાસેથી કેટલાક વધુ પેમ્ફલેટ મળી આવ્યા છે, જેમાં યુવાનોને સરકાર વિરુદ્ધ ઉશ્કેરતા સંદેશ હતા. એક સૂત્રએ કહ્યું, "આવા જ એક પેમ્ફલેટ પર લખવામાં આવ્યું હતું કે, 'દેશ કે લિયે જો નહી ખોંલે વો ખૂન નહી પાની હૈ' આરોપી સાગર શર્મા અને મનોરંજન શૂન્યકાળ દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી લોકસભાની ચેમ્બરમાં કૂદી ગયા હતા અને કેનમાંથી પીળો ગેસ ઉડાવતા સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે, સાંસદોએ તેને પકડી લીધો હતો. સાથે જ  સંસદ ભવન બહાર, અમોલ શિંદે અને નીલમે કેનમાંથી લાલ અને પીળો ધુમાડો ફેલાવ્યો અને "તાનાશાહી નહી ચલેગી" વગેરે જેવા સૂત્રોચ્ચાર કર્યા.

સંબંધિત સમાચાર

Next Article