ભ્રષ્ટાચારમાં અડીખમ, ગળાડૂબ ભાજપા સંકલ્પ પત્રને બદલે હિસાબ આપે કે શહેરી નાગરિકોના કરોડો રૂપિયાના ટેક્ષના નાણાં ક્યાં ગયા? સંકલ્પ પત્રમાં વર્ષ ૨૦૧૦માં 24કલાક પાણી આપવાના વાયદા આજે 11 વર્ષ વીતી ગયા છતાં અમદાવાદ જેવા મેગાસીટીમાં 50 ટકા વિસ્તારોમાં 2 કલાક પણ પ્રેસરથી પાણી મળતુ નથી.
- કોર્પોરેશનના વહીવટમાં ગોટાળા ન પકડાય તે માટે CAG ના Audit થી ભાગતી રહેલી ભાજપા.
- ટ્રાફીક સમસ્યા ઊકેલવા નાકામ. AMTS સહિત Public Transport નું સંપુર્ણ ખાનગીકરણ.
- પાર્કિગના નામે ચાલતી ઊઘાડી લૂંટ
- અગાઉના ૧૫ વર્ષમાં એક પણ નવી હોસ્પીટલ સ્થાપવામાં નિષ્ફળ. અમદાવાદ સુધરાઈના પ્રમુખ રાષ્ટ્રપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની દીર્ઘદ્રષ્ટિથી સ્થપાઈ વાડીલાલ સારાભાઈ હોસ્પીટલને તાળા મારનાર ભાજપા હવે નવી હોસ્પીટલ ના વચનો આપી રહી છે.
- ડુપ્લીકેટ પહોંચ, ડુપ્લીકેટ કીટ, ઈન્જેક્શન ડુપ્લીકેટ દવાઓ હવે ઓડીટની વાતો કરે છે ભાજપ.