પુણેની સેનિટાઈઝર બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ, 15 મહિલા સહિત 17ના મોત, અનેકનો બચાવ

Webdunia
સોમવાર, 7 જૂન 2021 (19:56 IST)
મોટા સમાચાર આવી રહ્યા છે. અહી પુણેના ઘોટાવાડે ફાટા વિસ્તારમાં આવેલ એક કંપનીમાં આગ લાગી ગઈ છે. આ આગ લાગવાથી 12 લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે. અનેક લોકો હજુ પણ લાપતા બતાવાય રહ્યા છે. ફાયર બિગ્રેડની ટીમ પણ ઘટના સ્થળ પર છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ ઉરવડે  ગામમાં સ્થિત કંપની SVS Aqua Technologies માં લાગી. આ  એક સેનેટાઈજરની કંપની છે.  એવુ બતાવાય રહ્યુ છે કે હજુ પણ ત્યા અનેક મજૂરો ફસાયા છે. તેમા મહિલઓનો પણ સમાવેશ છે. રાહત અને બચાવ કાર્ય ત્યા ચાલુ છે.  એવુ બતાવાય  રહ્યુ છે કે કેમિકલ ફેક્ટરી હોવાને કારણે આગ ઓલવવામાં ઘણી મુશ્કેલી આવી રહી છે. 

પ્રાપ્ત થતી માહિતી અનુસાર SVS નામની આ કેમિકલ ફેક્ટરીમાં ક્લોરિન ડાયોક્સાઈડ બનાવવામાં આવતું હતું. કોરોના સંક્રમણ દરમિયાન સેનિટાઈઝરનું પ્રોડક્શન કરાઈ રહ્યું હતું. દુર્ઘટના પછી માલિક ફરાર થઈ ગયો છે.

સંબંધિત સમાચાર

Next Article