બે કર્મચારીઓએ બેરિંગ અને સ્પેરપાર્ટસની ડિઝાઈનના લોગો બદલી અન્ય કંપનીને વેચ્યા
લોધિકા પોલીસે છેતરપિંડી અને કૉપિરાઇટ એક્ટના કાયદા હેઠળ ફરિયાદ નોંધી
Rajkot News - હાલમાં બિઝનેસની હરિફાઈમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના બનાવો વધી રહ્યાં છે. રાજકોટ જિલ્લાના લોધિકા પોલીસ સ્ટેશનમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલની કંપની દ્વારા બે કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવાઈ છે.આ ફરિયાદમાં બંને કર્મચારીઓના કારણે કંપનીને 40 કરોડનું નુકસાન થયું હોવાનું જણાવાયું છે. કંપની દ્વારા કર્મચારીઓએ ડિઝાઈનનો લોગો બદલી અન્ય કંપનીને વચ્યો હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી છે.
ડિઝાઈનના લોગો બદલી અન્ય કંપનીને વેચ્યા
મેટોડા સ્થિત PBW બેરિંગ્સ કંપનીએ ફરિયાદ નોંધાવી છે કે, ચિંતન અને ભાવેશ નામના બે કર્મચારીઓએ બેરિંગ અને સ્પેરપાર્ટસની ડિઝાઈનના લોગો બદલી અન્ય કંપનીને વેચ્યા છે. કંપનીના અમેરિકા સ્થિત ગ્રાહકોને જ ડિઝાઈન વેચવામાં આવી હતી. જે સમગ્ર મામલે લોધિકા પોલીસે છેતરપિંડી અને કૉપિરાઇટ એક્ટના કાયદા હેઠળ ફરિયાદ નોંધી છે.
કંપનીમાં બેરિંગ અને સ્પેરપાર્ટસ તૈયાર થાય છે
ખોડલધામના ચેરમેન નરેશ પટેલની મેટોડા સ્થિત PBW બેરિંગ્સ કંપની આવેલી છે. જેમાં બેરિંગ અને સ્પેરપાર્ટસ બાનવામાં આવે છે. જેમાં તે કંપનીના કર્મચારીઓએ ડિઝાઈનના લોગો બદલી વેચ્યાની ફરિયાદ નોધાઈ છે. જે સમગ્ર મામલે લોધીકા પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.