અમદાવાદમાં વેપારી બેંકમાંથી કમ્પ્યુટરનું સીપીયુ લઈને જતો રહ્યો

Webdunia
શુક્રવાર, 5 જૂન 2020 (20:23 IST)
અમદાવાદમાં પ્રહલાદનગર ખાતે બેન્ક ઓફ બરોડાની શાખામાં ખાતું ધરાવનાર વેપારી 1 જૂને બપોરે બેન્કમાં આવ્યા હતા. નેટ બેન્કિંગ અને મોબાઇલ બેન્કિંગ ચાલુ ન થતાં તેમણે અનેક ફરિયાદો કરી છતાં સેવાઓ ચાલુ ન થતાં તેઓ બેન્કમાં આવી હોબાળો કર્યો હતો. બેન્કમાં હોબાળો કરી સીપીયુ લઇને જતાં રહેતા આ અંગે વેપારી સામે આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે, વાસણા વિસ્તારમાં આવેલા રહેતા રાજેશ રીવેરિયમમાં વિનીત ગુરુદત્તા પ્રહલાદનગર કોર્પોરેટ રોડ પર આવેલી બેન્ક ઓફ બરોડામાં શાખા મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, ગત 1 જૂનના રોજ બપોરે સાડા ત્રણ વાગ્યે એસપી જવેલર્સ નામે બેન્કમાં ખાતું ધરાવતા સુજય પંકજ શાહ આવ્યા હતા. બૂમો પાડી જણાવ્યું હતું કે, કેટલાય દિવસથી નેટ બેન્કિંગ અને મોબાઇલ બેન્કિંગ માટે ઇ-મેલ કર્યા છે પણ મારું કામ થયું નથી અને કોઇએ રિપ્લાય પણ આપ્યો નથી 15 મિનિટમાં મારું નેટ અને મોબાઇલ બેન્કિંગ ચાલુ કરો નહી તો સીપીયુ લઇને જતો રહીશ. આઇટી વિભાગમાં જાણ કરી હતી તેમનું કામ કરવા માટે વાત કરી હતી પરંતુ સવા ચાર વાગ્યા સુધી ન થતાં તેમણે ક્રેડિટ વિભાગની ઓફિસનું સીપીયુ કાઢી લીધી હતું. તેમને આમ ન કરવા સ્ટાફે જણાવ્યું છતાં તેઓ બેન્કની પ્રોપર્ટી સીપીયુ લઇને જતા રહ્યા હતા. સીપીયુમાં લોન પેપર અને ગ્રાહકોના ખાતાની વિગતો હતી. આખરે આ અંગે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નાંેધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.  

સંબંધિત સમાચાર

Next Article