ગુજરાતમાં સતત છઠ્ઠા દિવસે 400થી વધુ કેસ, રિકવરી રેટ 68 ટકા થયો

શુક્રવાર, 5 જૂન 2020 (12:26 IST)
રાજ્યમાં ગુરુવારે 492 પૉઝિટીવ કેસ નોંધાયા છે. જે એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. ગુજરાતમાં સળંગ છઠ્ઠા દિવસે 400થી વધારે કેસ નોંધાયા છે. 30 મેના રોજ 412 કેસ હતા, એ પછી 31 મે 438, 1લી જૂને 423, 2જી જૂને 415, 3 જૂને 485 અને 4 જૂને 492 કેસ નોંધાયા છે. સાથે જ રાજ્યનો રિકવરી રેટ પણ વધીને 68.09 ટકા થયો છે. ગુરુવારે 455 દર્દીઓને રજા અપાઈ હતી.  ગુરુવારે સમગ્ર રાજ્યમાં 33 દર્દીઓના મૃત્યુ સાથે હવે કુલ મૃતકાંક 1,155 પર પહોંચ્યો છે અને 492 નવા કેસના વધુ એક સૌથી મોટા ઉછાળાથી કુલ પોઝિટિવ કેસ 18,609 પર પહોંચ્યા છે.ગુરુવારે જાહેર કરાયેલાં મૃત્યુના કેસમાં અમદાવાદના 28 તથા બોટાદ, કચ્છ, ગાંધીનગર, પાટણ અને વલસાડમાં એક-એક મૃત્યુ નોંધાયા છે. હાલ ગુજરાતમાં કુલ 4,779 એક્ટિવ કેસ છે જે સારવાર હેઠળ છે અને તેમાંના 64 દર્દીઓની હાલત ગંભીર હોઇ તેઓ વેન્ટિલેટર પર છે જ્યારે 4,711 દર્દીઓની હાલત સ્થિર છે. બુધવાર સાંજથી ગુરુવાર સાંજ સુધીમાં રાજ્યમાં નવા નોંધાયેલા કેસોની વિગતો જોઇએ તો અમદાવાદમાં 291, સુરતમાં 81, વડોદરામાં 39, ગાંધીનગરમાં 21, મહેસાણામાં 9, બનાસકાંઠામાં 6, આણંદ, અરવલ્લી, ખેડા, સાબરકાંઠા, દાહોદ અને નર્મદામાં 4-4, પંચમહાલમાં 3, ભાવનગર, રાજકોટમાં 2-2, બોટાદ, જામનગર, ભરૂચ, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ જ્યારે અન્ય રાજ્યના 8 કેસ નોંધાયા છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર