રાજ્ય સરકારે આપી રાહત, હવે ૧૪ જાન્યુઆરી ૨૦૨૦ સુધી ખેડૂતો રાહત માટે અરજી કરી શકશે

Webdunia
ગુરુવાર, 2 જાન્યુઆરી 2020 (09:39 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે યોજાયેલી બેઠકમાં કૃષિ રાહતપેકેજ સંદર્ભે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરવામાં આવી. રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદને કારણે ખેડૂતો માટે 3800 કરોડના સહાયક પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજનો લાભ લેવા માટે ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવાની હતી. અને ૩૧મી ડિસેમ્બર સુધી ખેડૂતો અરજી કરી શકવાના હતા. જોકે એ મુજબ ગઇકાલે પૂર્ણ થઈ છે.
 
આ મુદત પૂર્ણ થતા આજે કેબિનેટ બેઠકમાં ખેડૂતોના હિતમાં આ મુદતમાં વધારો કરવાની ચર્ચા વિચારણા કરવામાં આવી અને હવે ૧૪મી જાન્યુઆરી સુધી મુદત વધારી દેવામાં આવી છે. એટલે હવે રાજ્યના ખેડૂતો ખુશી રાહતપેકેજ નો લાભ લેવા માટે ઓનલાઇન ૧૪મી જાન્યુઆરી સુધી અરજી કરી શકશે. 
 
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ જાહેરાત કરતા જણાવ્યું કે રાજ્યના ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવાયો છે અત્યાર સુધી એટલે કે 31મી ડિસેમ્બર સુધી 30 લાખ કરતાં વધુ ખેડૂતો અરજી કરી ચુક્યા છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા 8.28 લાખ ખેડૂતોને કૃષિ સહાય પેકેજમાંથી લાભ પણ આપી દીધો છે જેની રકમ 600 કરોડ થી વધારે ની થવા જાય છે. બાકી રહેલા ખેડૂતોને વહેલામાં વહેલી તકે ખુશી રાહતપેકેજ માંથી વળતર ચૂકવી આપવામાં આવશે. રાજ્યમાં ૫૮ લાખથી વધુ ખેડૂતો નોંધાયેલા છે તેમાંથી હજુ સુધી ૩૦ લાખથી વધુ ખેડૂતોએ પોતાની નોંધણી કરાવી છે એટલે બાકી રહેલા ખેડૂતોને ઓનલાઈન અરજી કરવા માટે આ મુદતમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.

સંબંધિત સમાચાર

Next Article