અમદાવાદના નારોલમાં 12 વર્ષની બાળા પર ગેંગરેપઃ પીડિત સગીરા સિવિલ હોસ્પિટલમાં દાખલ

Webdunia
શનિવાર, 14 ડિસેમ્બર 2019 (15:29 IST)
ગુજરાતમાં દિવસેને દિવસે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે, રાજકોટ, સુરત અને વડોદરાના નવલખી મેદાનમાં સગીરા સાથે થયેલા દુષ્કર્મ બાદ આજે અમદાવાદના નારોલમાં પણ સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે. નારોલમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ થતા તેને સિવિલ હોસ્પિટલના ICU વિભાગમાં દાખલ કરવામાં આવી છે. આ મામલે પોલીસે હાલ અપહરણ અને પોસ્કો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર 11 ડિસેમ્બરના રોજ સગીરા ઘરેથી ગુમ થયા બાદ નજીકની સોસાયટી પાસેથી મળી આવી હતી.

જેને પગલે સોસાયટીના રહીશોએ આ બાળકીને પોલીસને સોંપી હતી. ત્યાર બાદ પોલીસે આ બાળકીને તેના પરિવારને સોંપી હતી. પરંતુ સાંજે બાળકીએ પેટમાં દુઃખતું હોવાનું પરિવારને ફરિયાદ કરતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જેને પગલે નારોલ પોલીસ ઘટનાસ્થળે અને હોસ્પિટલે પહોંચી હતી. રાજ્યના ગૃહ વિભાગે વિધાનસભામાં રજૂ કરેલી માહિતી મુજબ, છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાં દર 7 કલાકે એક મહિલા પર બળાત્કાર થઈ રહ્યો છે. સરકારી ચોપડે 1 જુલાઇ 2014થી 30 જૂન 2019 દરમિયાન કુલ 6,116 બળાત્કારની ફરિયાદો નોંધાઇ છે. તેમાં પણ અમદાવાદ શહેરમાં સૌથી વધુ દુષ્કર્મના કેસ નોંધાયા છે. અમદાવાદમાં મહિલાઓ પર દર બે દિવસે એક બળાત્કારની ફરિયાદ નોંધાય છે અને છેલ્લા પાંચ વર્ષણાં 860 રેપની ફરિયાદ થઈ છે.

સંબંધિત સમાચાર

Next Article