ગુજરાત કોંગ્રેસને રાહત, સ્પીકરે રદ કર્યો ભગા બારડને સસ્પેંડ કરવાનો ખરડો

Webdunia
ગુરુવાર, 7 નવેમ્બર 2019 (14:02 IST)
ગુજરાતની પેટાચૂંટણીમાં 3 સીટો પર મળેલી જીત બાદ હવે કોંગ્રેસ માટે વધુ એક રાહતના સમાચાર છે. તલાલા સીટ પરથી ધારાસભ્ય ભગા બારડ પોતાના પદ પર યથાવત રહેશે. 1995 ખનન કેસમાં ભગા બારડને સુત્રાપાડા કોર્ટે બે વર્ષ 9 મહિનાની સજા સંભળાવી હતી. ત્યારબાદ ગુજરાત વિધાનસભા અધ્યક્ષે ભગા બારડનું ધારાસભ્ય પદ રદ કર્યું હતું.
 
ભગા બારડને સસ્પેંડ કર્યા બાદ તલાલા સીટ પર પેટાચૂંટણી જાહેર કરવામાં આવી હતી. તેના વિરોધમાં ભગા બારડ હાઇકોર્ટ પહોંચ્યા હતા, પરંતુ તેમની અરજી નકારી કાઢી હતી. 
 
ત્યારબાદ ભગા બારડ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે તલાલા સીટ પર થનાર પેટાચૂંટણી પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ દરમિયાન ભગા બારડે નિચલી કોર્ટના ચૂકાદાને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. ગુજરાત હાઇકોર્ટે નિચલી કોર્ટના ચૂકાદા પર રોક લગાવી દીધી હતી. સજા પર રોક લગાવ્યા બાદ ગુજરાત વિધાનસભા અધ્યક્ષે બુધવારે ભગા બારડનું સસ્પેંસન રદ કર્યું હતું.

સંબંધિત સમાચાર

Next Article