કચ્છ: ગદ્દાર BSF જવાનને ATSએ દબોચ્યો, કશ્મીરી જવાન ત્રિપુરામાં તૈનાત હતો

Webdunia
સોમવાર, 25 ઑક્ટોબર 2021 (17:01 IST)
કચ્છમાં સરહદની જાસૂસી કરતા જવાન ઝડપાયો છે. જાસૂસી કરતો BSFનો જવાન ઝડપાયો છે. ગાંધીધામ BSF બટાલિયનમાં તૈનાત જવાન ઝડપાયો છે. ગુજરાત ATSએ BSF જવાનને ઝડપી પાડ્યો છે. એટીએસએ બીએસએફ જવાન કચ્છ બોર્ડર પર કેમ જાસૂસી કરી રહ્યો હતો, તે જાણવા વધુ તપાસ હાથ ધરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ગ્રેડ પેને લઈને શું આપ્યું મોટું નિવેદન? 
 
ગુજરાત સરકારમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસકર્મીઓના ગ્રેડ પે મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જે કોઈ વિષય અમારા ધ્યાન પર લાવવામાં આવે છે, તે તમામ વિષયને પોઝિટિવલી શું કરી શકાય એના માટેની બેઠકો બોલાવવામાં આવતી હોય છે
 
સરહદની જાસૂસી કરતો જવાન કશ્મીરી હોવાનું અનુમાન, બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે BSFની ગાંધીધામ બટાલિયનમાંથી આ પાકિસ્તાન પરસ્ત ગદ્દાર જવાનને ઝડપી પાડવામાં આવ્યો છે. કચ્છમાં સરહદની જાસૂસી કરતો હોવાની બાતમી ઈન્ટેલિજન્સ એજન્સીને મળી હતી. આ પહેલા ઝડપાયેલા નાપાક માટે કામ કરતો કશ્મીરી જવાન ત્રિપુરામાં તૈનાત હતો. ત્યાંથી જ જવાન પર આપાણી હોનહાર એજન્સીઑની સતત દેખરેખ હતી. તે સતત પાકિસ્તાનને  માહીતી આપતો હતો. જે બાદ કચ્છ સરહદ પર પોસ્ટિંગ આપી જવાન પર ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. દરમિયાન ગુજરાત ATSને પાક્કી ટિપ્સ મળતા જવાનને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. દેશની આન બાન સાન એવી આપણી  BSF પણ આ જવાનના કાળા કરતૂતથી કમકમી ઉઠી છે. ગદ્દાર જવાનને ધરદબોચી લઈ પૂછપરછ ચાલી રહી છે.

સંબંધિત સમાચાર

Next Article