અમદાવાદના સિરીયલ બ્લાસ્ટનો માસ્ટર માઈન્ડ યાસીન સાબરમતી જેલમાં હુમલો કરવાનો હતો

Webdunia
ગુરુવાર, 6 એપ્રિલ 2017 (12:50 IST)
આઈએમના વડા યાસીન ભટ્ટકલ ૨૦૧૨માં પકડાઈ જતાં સાબરમતી જેલમાં ફિદાઈન હુમલા કરવાનો પ્લાન પડતો મુકયો હતો.  એનઆઈએ દ્વારા ત્રાસવાદી યાસીન ભટ્ટકલ અને અબ્દુલ્લા અખ્તર સામે દીલ્હીની કોર્ટમાં મુકવામાં આવેલા ચાર્જશીટમાં અમદાવાદના સિરીયલ બ્લાસ્ટ અને સાબરમતી જેલમાં રહેલા આઈએમના ત્રાસવાદીઓને મુકત કરાવવા માટે ઈમેઈલ ઉપર આપલે કરવામાં આવી હતી.

એનઆઇએની ચાર્જસીટમાં ચોકાવનારા ખુલાસા થયા હતા. એટલું જ નહી આઇએમના આકાઓએ સાબરમતી સેન્ટ્રલ જેલમાં રહેલા આઇએમના આતંકવાદીઓને મુક્ત કરાવવા માટે ઇમેઇલ પર સંપર્ક કરી માહિતી આપ લે કરી હોવાની વિગતો બહાર આવી હતી.જેમા ત્રાસવાદી અબ્દુલ્લા અખ્તર ઉર્ફે હડ્ડી અને શાહનવાઝ મીરઝા સાથે ઈમેલ ઉપર થયેલી આપલેમાં અમદાવાદની સાબરમતી જેલમાં રહેલા આઈએમના ત્રાસવાદીઓને જેલમાંથી કેવી રીતે બહાર કાઢવા તેની ચર્ચા કરાઇ હતી. આઇએમના આકાઓ દ્વારા સુરંગ ખોદવા માટે એક લાખનો ખર્ચના નાણા પણ મોકલી આપ્યા હતા. પાકિસ્તાન પત્ર પણ મોકલવામાં આવ્યો હતો. જેમાં અફઘાનિસ્તાન અથવા પાકિસ્તાનથી આવનાર ફિદાઈનને કોલકાતા પાસેની અવાવરુ જગ્યાએ ટ્રેનિંગ નક્કી કરાઇ હતી. આઈએમના વડા યાસીન ભટ્ટકલ ૨૦૧૨માં પકડાઈ જતાં સાબરમતી જેલમાં ફિદાઈન હુમલા કરવાનો પ્લાન પડતો મૂકયો હતો. યાસીન ભટકલ નેપાલ બોર્ડર નજીકથી પકડાયો હતો. યાસીન પકડાયો ત્યારે નેપાલ બોર્ડરથી પાકિસ્તાના આકાઓ પાસે ભાગી જવાનો હોવાનું પોલીસ માની રહી હતી. આ અંગે પણ ક્રાઇમ બ્રાંચે તેની સઘન પૂછપરછ હાથ ધરી છે. યાસીનના સિરિયલ બ્લાસ્ટથી પોલીસના હાથે બચવા માટે તે તેના આકાઓ પાસે ભાગી જવાનો હતો. બોમ્બ બ્લાસ્ટની તપાસ કરતી ક્રાઇમ બ્રાંચે યાસીન અને અબ્દુલ્લા અખ્તરની તપાસ કરી રહી છે. દરમિયાનમાં બોમ્બ બનાવવા માટે દાણીલીમડાના જે મકાનમાં યાસીન રોકોયો હતો તે મકાનને તેણે ઓળખી બતાવ્યું હતું. એટલી હદ સુધી તેણે કહ્યું હતું કે, આ દીવાલ પર આ કલર નહોતો અને તેણે મકાનની તમામ વિગતો આપી હતી.
Next Article