જાણો યુપીના નવા સીએમ યોગી આદિત્યનાથના ગુજરાત કનેકશન વિશે

Webdunia
મંગળવાર, 21 માર્ચ 2017 (13:14 IST)
ભારતમાં સૌથી મોટા રાજ્યના મુખ્યમંત્રી બનેલા યોગી આદિત્યનાથને જૂનાગઢના ભવનાથ ક્ષેત્ર પ્રત્યે ખુબ જ લગાવ છે. માટે જ તેઓ નિયમીત રીતે જૂનાગઢ, સોમનાથ અને દ્વારકાની મૂલાકાતે આવતા રહે છે. ગત શ્રાવણ માસમાં તેઓ અહીની મૂલાકાતે આવ્યા હતાં. તેમની શપથવિધિમાં સૌરાષ્ટ્રમાંથી એકમાત્ર ભાગ લેનાર જૂનાગઢના મહંત શેરનાથબાપુ કહે છે કે, ત્રીજી પેઢીએ રાષ્ટ્રવાદી આ સંત ચાર વખત સાંસદ બન્યા છતા તેના બેઠક ખંડમાં એસી નથી. એટલી સાદગીથી તેઓ જીવન જીવે છે.

યોગી આદિત્યનાથજીના ગુરુઅવૈધનાથજી અને પોતાના ગુરૃ ત્રિલોકનાથજી વચ્ચેનો સ્નેહભાવ યાદ કરતા મહંત શેરનાથજી વધુમાં કહે છે કે, તેઓના ગુરૃ રામ જન્મભૂમિ મૂક્તિ સમિતિના પ્રમુખ હતાં. તેઓ પણ ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા હતાં. તેઓ પણ નિયમીત ભવનાથ ક્ષેત્રની મૂલાકાતે આવતા હતાં. તેમના ગુરૃ દિગ્વિજયનાથજી પણ સ્વરાજની ચળવળના સંત હતાં. ર૮ વર્ષની વયે દિક્ષા લીધા બાદ રામ જન્મભૂમિ યોગી આદિત્યનાથનો મુખ્ય ધ્યેય છે. તેઓને વાંચનનો ખુબ શોખ છે. સારૃ ભણેલા છે.  સૌરાષ્ટ્રની ખેતી પદ્ધતિથી પણ તેઓ અભિભૂત છે. અહી ઓછા પાણીમાં ચોખ્ખી ખેતી કરતા સૌરાષ્ટ્રના ખેડૂતો તેઓને ખુબ પસંદ છે. સંતોના શાસનનું પોતાનુ એક આગવું આધ્યાત્મિક ક્ષેત્ર છે. સંતો લોકસંપર્ક દ્વારા પોતાની આધ્યાત્મિકતા વધારે છે. ગુજરાતમાં મોરારીબાપુ, રમેશભાઈ ઓઝા, લાલબાપુ, મૂક્તાનંદજી જેવા ઘણા એવા સંતો હશે કે જે રાજકીય પદ કરતા વધુ પ્રભાવશાળી છે. 
Next Article