કોરોના વાઈરસના કહેર વચ્ચે વેન્ટિલેટરની જરૂરિયાત ઊભી થઈ હતી. ત્યારે તેની માંગને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સક્ષમ કંપનીઓની મદદ માંગી હતી. જેને પગલે રાજકોટની જાણીતી કંપની જ્યોતિ સીએનસીએ પડકારને ઝીલીને માત્ર 10 દિવસના ગાળામાં ધમણ-1 નામનું વેન્ટિલેટર તૈયાર કરી દીધું છે. આ વેન્ટિલેટરનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરતા કરી હતી. આ સમયે તેમની સાથે જ્યોતિ સીએનસીના માલિક પરાક્રમસિંહ જાડેજા હાજર રહ્યા હતા.