ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડગામની બેઠક પરથી જીત મેળવનાર દલિત આગેવાન જિગ્નેશ મેવાણીએ ફેસબુકને પોતાનું એકાઉન્ટ વેરિફાઇ કરવા માટેની માંગ કરી છે. જિગ્નેશે ટ્વિટર પર ફેસબુકને આ માટેની માંગ કરી છે. જિગ્નેશે ટ્વીટ કરીને પોતાનું એકાઉન્ટ વેરિફાઇ કરવાની માંગ કરી છે. જિગ્નેશે લખ્યુ છે કે, હું ભારતનો એક MLA છું અને સમાજિક નેતા પણ છું. હું તમને વિનંતિ કરું છું કે મારા ફેસબુક પેજને વેરિફાઇડ પેજ/ બ્લૂ ટિક કરવામાં આવે. કેમકે કેટલાક લોકો મારા નામનું ફેસબુક પેજ બનાવીને ખોટી-ખોટી અફવાહ ફેલાવે છે.
તમને જણાવી દઇએ કે, રાજનીતિમાં આવ્યા પછી જિગ્નેશ સતત ચર્ચામાં છે. ધારાસભ્ય બન્ય પછી ટીવીના એક ડિબેટ શોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વુદ્ઘ ગણાવ્યા હતા. જિગ્નેશ મેવાણીના આ વિવાદિત નિવેદન પછી મોટો હંગામો થયો હતો. હવે મહારાષ્ટ્રના ભીમા-કોરેગાંવમાં થયેલી હિંસાને લઇને તે ચર્ચામાં છે. BJP ના લોકો તેના પર હિંસાનો આરોપ લગાવી રહ્યા છે, જ્યારે જિગ્નેશ આ સમગ્ર ઘટનાને BJPની કાવતરું બતાવી રહ્યો છે.