આજે રાત્રે ફેસબુક પર રજુ થશે હાર્દિકની ફિલ્મ મંથન

શુક્રવાર, 8 ડિસેમ્બર 2017 (14:46 IST)
ગુજરાતની ચૂંટણીમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ગજબનો થયો છે. ભાજપે લોકસભાની ચૂંટણી જીતવા માટે સોશિયલ મીડિયાનો ભરપુર ઉપયોગ કર્યો હતો હવે કોંગ્રેસ પણ આ રસ્તે આગળ વધી રહી છે. થોડા સમય પહેલાં પીએમ મોદીના બાળપણ પર બનેલી ફિલ્મ મારે નરેન્દર મોદી બનવું છે એના પર સવાલો ઉભાં થયાં હતાં કે મોદીની ફિલ્મને મંજુરી મળે છે પણ હાર્દિકની ફિલ્મને મંજુરી નથી મળતી પણ હવે વાર્તા બદલાઈ ગઈ છે. મતદાનને આડે હવે એક જ દિવસ બાકી છે.

હાર્દિકે પ્રથમ તબક્કામાં જ્યાં ફરવાનું હતું ત્યાં ફરીલીધું પણ હવે તે નવો તુક્કો અજમાવવા જઈ રહ્યો છે. ચેનલો અને અખબારો પર પોતાને પ્રાધાન્ય નહીં મળવાને કારણે હાર્દિકે લોકો સાથે સંપર્ક જાળવી રાખવા માટે સોશીયલ મીડિયાનો ભરપુર ઉપયોગ કર્યો છે.   જેનો વધુ એક પ્રયોગ તા 8 ડિસેમ્બરના રોજ હાર્દિક પટેલ દ્વારા થઈ રહ્યો છે, હાર્દિકની વાત લોકો સુધી પહોંચવા માટે એક 13 મિનીટની ડોકયુમેન્ટરી ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. મંથન નામની આ ફિલ્મ ફેસબુક લાઈવ દ્વારા રાત્રે નવ વાગે રજુ થશે, હાર્દિકના જીવન પર આધારિત આ ડોકયુમેન્ટરી ફિલ્મમાં હાર્દિકના મનમાં ચાલેલા દ્વંઘ અને આંદોલનની વાતો છે, એવું માનાવામાં આવે છે કે 13 મિનીટની ફિલ્મ ફેસબુક લાઈવના તમામ રેકોર્ડ તોડી નાખશે. ભાજપના નેતાઓ આ ફેસબુક લાઈવની આ ફિલ્મને કારણે ચિંતીત છે કારણ નવમી સવારથી મતદાન શરૂ થવાનું છે. જો તેની એક રાત પહેલા હાર્દિકની આ ફિલ્મ લોકોના મનમાં મંથન શરૂ કરાવી દેશે તો તેની સીધી અસર મતદાન ઉપર થઈ શકે તેમ છે, સંભવત આ ફિલ્મને કાયદેસર રોકી શકાય તેમ નથી છતાં ભાજપ કોઈક ઉધામા કરી આ ફિલ્મને રોકવાનો પ્રયાસ કરશે. ભાજપે હાર્દિકની સેકસ સીડી બહાર પાડી તેને બદનામ કરવાનો પ્રયાસ કર્યો, પણ તેના જવાબ રૂપે આ ફિલ્મ ભાજપને મોંધી પડી શકે છે.
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર