શનિવારે બજેટ સત્રને લઈને સર્વપક્ષીય બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરનારા ખેડૂતો વિશે મોટી વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે સરકાર હંમેશાં ખેડૂતો સાથે વાત કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે કૃષિ પ્રધાન દ્વારા ખેડૂતોને જે વચન આપવામાં આવ્યું હતું તે હજુ અકબંધ છે. વડા પ્રધાને તો એમ પણ કહ્યું કે, "સરકાર માત્ર એક ફોન કોલથી દૂર છે".
બજેટ સત્ર (2021-22) માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે સર્વપક્ષીય બેઠક મળી હતી. આ બેઠકમાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ, તૃણમૂલ કોંગ્રેસના સુદીપ બંદ્યોપધ્યાય, શિવસેનાના સાંસદ વિનાયક રાઉત અને શિરોમણિ અકાલી દળના બલવિંદરસિંહ ભુંદરે ખેડૂત આંદોલન અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તે જ સમયે, જેડીયુનું પ્રતિનિધિત્વ કરતા રાજ્યસભાના સાંસદ આરસીપી સિંહે કૃષિ કાયદાને ટેકો આપ્યો હતો.
સર્વપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, જે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જે કહ્યું હતું હું પણ એ જ વાત દોહરાવવા માંગુ છું. અમે સર્વ સંમતિ સુધી નથી પહોંચ્યા પણ અમે તેમને (ખેડૂતો)ને ઓફર આપી રહ્યાં છીએ. તમે પણ આવો અને આ મામલે વિચાર કરો. પીએમ મોદીએ ખેડૂતોને કહ્યું હતું કે, તે માત્ર એક ફોન કોલ જ દૂર છું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓને જણાવ્યું હતું કે તેમની સરકાર વિરોધ કરી રહેલા ખેડુતો દ્વારા ઉભા થયેલા મુદ્દાઓની વાટાઘાટો કરીને કોઈ સમાધાન શોધવાનો પ્રયાસ કરી રહી છે. સંસદમાં વિવિધ પક્ષોના ગૃહોના નેતાઓની ડિજિટલ મીટિંગમાં મોદીએ એમ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ કૃષિ કાયદાઓ અંગે કરેલી દરખાસ્ત હજી અકબંધ છે. સંસદને સરળતાથી ચલાવવા અને કાયદાકીય કાર્યોની દ્રષ્ટિએ ચર્ચા કરવાના હેતુસર સરકારે બજેટ સત્ર દરમિયાન આ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં જુદા જુદા પક્ષોના નેતાઓએ જુદા જુદા મુદ્દાઓ ઉઠાવ્યા હતા.
બજેટ સત્ર માટે બોલાવવામાં આવી હતી બેઠક
પ્રદર્શનકારી ખેડૉઓતોની માંગણી છે કે, સરકાર આ કાયદાઓને જ રદ્દ કરે, પરંતુ સરકારે આ મામલે કોઈ વાત કરી નથી. ખેડૂત આંદોલન અને સંસદના કામકાજને ધ્યાનમાં રાખતા બજેટ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠ્ક બોલાવવામાં આવી હતી. શુક્રવારે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ નેતાઓ સાથે એક બેઠક કરી હતી. તેમણે લોકસભામાં તમામ પક્ષોના નેતાઓને સદનની ગરીમાનું સમ્માન કરવા અનુંરોધ કર્યો હતો.