જાસૂસી કેસમાં મહત્વનો ખુલાસો, મોબાઈલ દ્વારા BSFની માહિતી દુશ્મન દેશને પહોંચાડતો અને બદલામાં પૈસા મેળવતો

Webdunia
બુધવાર, 27 ઑક્ટોબર 2021 (17:51 IST)
ગાંધીધામ બટાલીયનમાં ફરજ બજાવતા કશ્મીરી સજ્જાદે અન્ય સાથી જવાનના બેંક એકાઉન્ટમાં અત્યાર સુધીમાં પોણા પાંચ લાખ મંગાવ્યા હોવાનો ખુલાસો થયો છે. કચ્છમાં સરહદની જાસૂસી કરતા જવાન ઝડપાયો છે. જમ્મુ-કાશ્મીરનો જવાન કચ્છના ગાંધીધામ BSF બટાલિયનમાં તૈનાત હતો અને BSFની માહિતી મોબાઈલ દ્વારા પાડોશી દુશ્મન દેશને પહોંચાડતો હતો, જેના બદલામાં પૈસા મેળવતો હતો. ગુજરાત ATSએ BSFના આ જવાનને ઝડપી પાડ્યો છે અને કચ્છ બોર્ડર પર કેમ જાસૂસી કરી રહ્યો હતો, તે જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
 
એ.ટી.એસ.ના અધિકારીઓને આધારભુત અને વિશ્વસનીય સુત્રો તરફથી હકીકત બાતમી મળી હતી કે સજ્જાદ ઉર્ફે મોહમંદ ઇમ્તિયાઝ હાલમાં BSF બટાલિયન 74માં “એ” કંપનીમાં ગાંધીધામ કચ્છ ખાતે ફરજ બજાવે છે. તે બી.એસ.એફ.ની અતિ ગુપ્ત અને સંવેદનશીલ માહિતી પોતાના મોબાઇલ મારફતે પડોશી દુશ્મન દેશમાં મોકલી તેના બદલામા પૈસા મેળવી દેશ વિરોધી પ્રવૃત્તી આચરતો હતો.
 
ATSના એસ.પી ઇમ્પિયાઝ શેખે બાતમીના આધારે ગુપ્ત રીતે તપાસ કરતા સજ્જાદ 2012માં બી.એસ.એફમાં જોડાયો તથા જુલાઈ 2021થી ગાંધીધામ ખાતે બટાલીયન 74ની "એ" કંપનીમાં ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું હતું. આ સાથે ગુપ્ત માહિતી લીક કરવા વપરાયેલા મોબાઈલ નંબરમાં પણ તેનું જ આઈ.ડી પ્રૂફ આપીને લેવાયું હતું.
 

સંબંધિત સમાચાર

Next Article