Patidar મૃતક કેતન પટેલના શરીર પર 39 ઈજાઓ, ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઈનકાર

Webdunia
ગુરુવાર, 8 જૂન 2017 (12:55 IST)
કેતન પટેલનું આજે પીએમ કરવામાં આવ્યું હતું. તેના રિપોર્ટમાં યુવાનના શરીર પર કુલ 39 ઈજાઓ થઈ હતી. જોકે રિપોર્ટમાં તેના મૃત્યુનું કારણ દર્શાવાયું નથી. આ સાથે જ કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલે રિ પોસ્ટમોર્ટમની માગ કરી છે. આ ઘટના સંદર્ભે કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલે મૃતક યુવાનના પરિવારની મુલાકાત લીધી હતી. તેમણે નિવેદન આપ્યું હતું કે, પોલીસ દ્વારા કેતનને અમાનુષી માર મારવાથી તેનું કસ્ટડીમાં મોત થયું છે.

નજીવી રમક માટે ખોટો ગુનો દાખલ કરાયો છે. સરકાર અને પોલીસ ફરિયાદ લેવા તૈયાર નથી. સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે.ઉપરાંતમાં માંગુકિયાએ પણ નિવેદન આપતા કહ્યું કે, પોલીસ પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે, પહેલા ફરિયાદ કરો. જ્યાં સુધી ફરિયાદ અને કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ નહીં લેવાનો નિર્ણય મૃતકના પરિવારે લીધો છે.   કેતનના પગના તળિયામાં માર મરાયો છે હાથની હથેળીઓમાં પણ એવા નિશાન છે, નખ કાળા પડી ગયા છે. પીએમમાં ખામી છે. પાસના નરેન્દ્ર પટેલે પણ આ બાબતે જાહેરાત કરતાં કહ્યું કે, આવતી કાલે દૂધ પાણી અને શાકભાજી નહીં મળે.
Next Article