જસદણ પેટા ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે જ સરકારી લોલીપોપ

Webdunia
મંગળવાર, 18 ડિસેમ્બર 2018 (12:31 IST)
રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારમાં વીજચોરીના બાકી નિકળતા 650 કરોડના બિલ માફ કરવાની મહત્વની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વારા માફ કરવામાં આવેલા વીજચોરીના બિલથી સરકારી તિજોરી પર બોજો પડશે અને સીધી રીતે પ્રામાણિક રીતે ટેક્સ ભરપાઈ કરતા નાગરિકોને ફટકો પડશે. રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના 6 લાખ 22 હજાર ગ્રાહકોના બિલ માફ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. 
ઉલ્લેખનીય આજે જસદણ વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચાર પડઘમ સાંજે શાંત થવાના છે તે અગાઉ રાજ્ય સરકારે કરેલી આ જાહેરાત સુચક છે. રાજ્ય સરકારના આ નિર્ણયને પગલે પ્રામાણિક રીતે ટેક્સ ભરતા નાગરિકોમાં ભારોભાર આક્રોશ જોવા મળ્યો હતો. 
રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના ગ્રામ્ય ક્ષેત્રોમાં ખેડીવાડી, ઘરવપરાશ, કમર્શિયલ આ બધા બિલો સંપૂર્ણપણે માફ કરવામાં આવે છે. તદ્દઉપરાંત હવે વીજચોરી કરનારને નવું જોડાણ જોઈતું હોય તો ફક્ત રૂ. 500માં આપવામાં આવશે. વીજચોરી માફીમાં રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. 625 કરોડની રાહત આપવામાં આવી છે. શહેરમાં ફક્ત બીપીએલ પરિવારોના ઘરવપરાશનો સમાવેશ કરાયો હોવાનું સૌરભ પટેલે જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

Next Article