ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)2021 ના 9માં મુકાબલામાં નરાઈઝર્સ હૈદરાબાદને મુંબઈ ઈંડિયંસે 13 રનથી હરાવ્યુ. 151 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 19.4 ઓવરમાં 137 રન બનાવીને આઉટ થઈ ગઈ. મુંબઈ તરફથી રાહુલ ચાહર અને ટ્રેંટ બોલ્ટે ત્રણ વિકેટ લીધી. હૈદરાબાદ તરફથી બેયરસ્ટોએ સૌથી વધુ 43 રન બનાવ્યા. આ પહેલા મુંબઈ ઈંડિયંસે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ પર 150 રન બનાવ્યા. મુંબઈ તરફથી ક્વિંટન ડિકૉકએ સૌથી વધુ 40 રન બનાવ્યા.
- 1 ઓવર પછી મુંબઈ ઈંડિયંસનો સ્કોર કોઈપણ નુકશાન વગર 8 રન છે. ક્વિંટન ડિકોક 8 રન બનાવીને રમી રહ્યા છે. રોહિત શર્માનુ હાલ ખાતુ ખુલ્યુ નથી.
- મુંબઈ ઈંડિયંસની રમત શરૂ થઈ ગઈ છે. મુંબઈ તરફથી રોહિત શર્મા અને ક્વિંટન ડિકોક ઓપનિંગ કરવા આવ્યા છે. સનરાઈઝર્સ હૈદરાબાદની તરફથી ભુવનેશ્વર કુમાર બોલિંગ કરી રહ્યા છે.
11:22 PM, 17th Apr
- 19મી ઓવરમાં ફક્ત 5 રન આપ્યા અને વિજય શંકરની વિકેટ લીધી. હૈદરાબાદને 6 બોલમાં જીતવા માટે 16 રન જોઈએ.
- 18મી ઓવરમાં સનરાઈઝરસ હૈદરાબાદે બે વિકેટ ગુમાવી. 12 બોલ પર ટીમને જીતવા માટે 21 રન જોઈએ
-17 ઓવર પછી સનરાઈઝરસ હૈદરાબાદનો સકોર પાંચ વિકેટના નુકશાન પર 124 રન છે. જસપ્રીત બુમરાહે આ ઓવરમાં માત્ર 4 રન આપ્યા.
10:47 PM, 17th Apr
- 13મી ઓવર પછી સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર ત્રણ વિકેટના નુકશાન પર 96 રન છે. વિજય શંકર 3 રન અને વિરાટ સિંહ 9 રન બનાવીને રમી રહ્યા છે. રાહુલ ચાહરની આ ઓવરમાં માત્ર 4 રન આવ્યા
- 12 ઓવરની ત્રેજી બોલ પર ડેવિદ વોર્નર હાર્દિક પંડ્યાના થ્રો પર રન આઉટ થઈ ગયા છે વોર્નરે 34 બોલ પર 36 રન બનાવ્યા. 12 ઓવર પછી ટીમનો સ્ક્ર ત્રણ વિકેટ પર 92 રન છે.
- 11 ઓવર પછી સનરાઈઝરસ હૈદરાબાદનો સ્કોર બે વિકેટના નુકશાન પર 85 રન છે. ડેવિડ વોર્નર 35 અને વિરાટ સિંહ 2 રન બનાવીને રમી રહ્યા છે.
- 9 ઓવરની અંતિમ બોલ પર રાહુલ ચાહરે મનીષ પાંડેને આઉટ કરી દીધો છે. એ 2 રન બનાવીને આઉટ થયા. 9 ઓવર પછી સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર બે વિકેટના નુકશાન પર 71 રન છે.