કોરોના મહામારી વચ્ચે યોજાઈ રહેલ પેટા ચૂંટણીને લઇ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઈ છે. દરેક મતદાન મથકોના કર્મચારીઓને ખાસ કોવિડ કીટ આપવામાં આવી છે. થર્મલ ગન, હેન્ડ સેનેટાઇઝર, હેન્ડ ગ્લોવ્ઝ, ફેસ શિલ્ડ, પીપીઈ કીટ સહિતની સામગ્રી આપવામાં આવી હતી. ચૂંટણી કર્મચારીઓને કોવિડને કારણે વિશેષ વ્યવસ્થા અપાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2017ના રોજ વિધાનસભા ચૂંટણી બાદ ભૂપેંદ્ર સિંહ અનુસૂચિત જનજાતિ પ્રમાણ પત્રને લઇને વાંધો ઉઠાવતા વિધાનસભાનું તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. વિધાનસભા અધ્યક્ષ રાજેંદ્ર ત્રિવેદીના આ નિર્ણયથી તાત્કાલીક ધારાસભ્ય ખાંટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા ગુજરાત હાઇકોર્ટમાં પણ પડકારો ફેંક્યો છે, પરંતુ કોઇ રાહત મળી નથી. શનિવારે કડક સુરક્ષા વચ્ચે આ સીટ માટે મતદાન શરૂ કરશે.
તેમના જન્મ બાદ તેમની માતા પિયર જતા રહ્યા હતા અને તેમની સાથે ભૂપેંદ્ર ખાંટ પણ પોતાના મોસાળમાંજ રહ્યા તથા ત્યાં તેમનું પ્રાથમિક શિક્ષણ થયું. કેંદ્ર સરકારના એક પરિપત્ર અનુસાર પિયરમાં રહીને શિક્ષા મેળવનાર બાળકને તેની માતાના સમુદાયનું ગણીને તેમનું પ્રમાણ પત્ર બનાવવામાં આવે છે તથા તે આધારે ભૂપેંદ્ર સિંહ ચૂંટણી લડ્યા હતા.