બેદરકારી ન કરશો, દોઢથી બે મહિનામાં ભારતમાં આવી શકે છે કોરોના વાયરસની ત્રીજી લહેર, એમ્સ ચીફે જણાવ્યુ

Webdunia
શનિવાર, 19 જૂન 2021 (11:53 IST)
જૂન મહિનામાં ભારતને કોરોનાની બીજી લહેરથી થોડી રાહત મળતી જોવા મળી રહી છે પણ આ એકદમ મંદ પણ નથી  પડી. આ દરમિયાન ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે અને હવે એમ્સના ચીફ રણદીપ ગુલેરિયાએ નિવેદન આપ્યુ છે કે આગામી 6 થી 8 અઠવાડિયામાં એટલે 2 મહિનાની અંદર ભારતમાં કોવિડ 19ની ત્રીજી લહેર આવી શકે છે. 
 
એમ્સ ચીફે એક પ્રાઈવેટ ચેનલ સાથેની વાતચીતમાં નિવેદન આપ્યુ છે. ઉલ્લેખનીય છે કે બીજી લહેર દરમિયાન ભારતમાં હોસ્પિટલની કમી સાથે જ મેડિકલ સપ્લાય પણ ઓછો થઈ ગયો હતો. બીજી લહેર વચ્ચે અનેક રાજ્યોએ સખત પ્રતિબંધ લાગૂ કર્યો હતો. જેમા હવે ઢીલ આપવામાં આવી છે. જેને લઈને એમ્સ ચીફે આગામી બે મહિનામાં કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા જાહેર કરી છે. 
 
તેમણે કહ્યું, 'આપણે  અનલોક કરવાની પ્રક્રિયા શરૂ કરી છે અને ફરીથી કોરોના નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવવામાં આવી રહી છે. એવું લાગે છે કે જાણે આપણે પહેલા અને બીજા તરંગોમાં જે બન્યું હતું તેનાથી કંઇ શીખ્યું નથી. ભીડ ફરી એકઠી થઈ રહી છે. લોકો એકઠા થઈ રહ્યા છે. રાષ્ટ્રીય કક્ષાએ કોરોના ચેપના આંકડામાં વધારો થવામાં સમય લાગશે, પરંતુ આગામી 6 થી આઠ અઠવાડિયામાં, આ કેસોમાં વધારો થવાનું શરૂ થશે .. અથવા કોઈ અન્ય સમય. તે બધા તેના પર નિર્ભર છે કે આપણે કેવી રીતે કોરોનાના નિયમોનું પાલન કરીએ અને ભીડ થતી અટકાવીશું.
 
ઉલ્લેખની છે કે કોરોના મહામારીથી વિશ્વભરમાં અત્યાર સુધીમાં 40 લાખથી વધુ લોકોના મોત થયા છે. ભારત, અમેરિકા, બ્રાઝિલ, રશિયા અને મેક્સિકો આ 50 ટકા હિસ્સામાં સામેલ છે. સાથે જ  ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 60 હજાર 753 નવા કેસ નોંધાયા છે. દેશમાં સક્રિય કેસ 7 લાખ 60 હજાર પર આવી ગયા છે.
 
બીજી બાજુ 16 જાન્યુઆરીથી શરૂ થયેલી રસીકરણ અભિયાન અંતર્ગત રસીના 27.23 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં રોગચાળાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 38 કરોડ 92 લાખ 7 હજાર 637 સેમ્પલનુ  પરીક્ષણ કરવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

Next Article