સ્થાનિક નદીઓમાં સપાટી વટાવી ચૂકતાં ઘણા ગામ સંપર્ક વિહોણા બની ગયા છે. તો બીજી તરફ વિજપોલ પણ પડી ગયા હોવાથી અંધારપટ છવાયો છે. હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર પેટલાદમાં 48, ખંભાતમાં 22, બોરસદમાં 15, આંકલાવમાં 8, સોજીત્રામાં 4, તારાપુરમાં 2 અને ઉમરેઠમાં લગભગ 1 મીમી વરસાદ નોંધાયો છે.
જો કે આશ્ચર્યજનક બાબત છે કે, હળવદ મામલતદારનો ચાર્જ માળિયા મામલતદાર પાસે હોવાથી આ ઘટનાક્રમથી તેઓ અજાણ હોવાનું અને સરપંચ દ્વારા કોઇ જાણકારી આપવામાં ન આવી હોવાનું કહ્યું હતું. તાલુકા વિકાસ અધિકારી પણ રજા પર હોઇ આભ ફાટવાની ઘટના બની હોવા છતા તંત્ર ઉંઘતુ ઝડપાયું હતું.
આ ઉપરાંત સુરતમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. ડભોલી અને પુણા વિસ્તારમાં રસ્તાઓ પર નદીઓ વહેતી થઇ હતી. સુરતના ડભોલી, પુણાગામ, અર્ચના સ્કુલ, લિંબાયત ગરનાળા, કતારગામ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.