પેટ્રોલ પરનો વેરો ઘટાડવાનું અન્ય રાજ્યો વિચારે તો અમે વિચારીશું: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

Webdunia
શુક્રવાર, 23 જુલાઈ 2021 (08:27 IST)
પેટ્રોલ- ડિઝલના ભાવ રૂ. 100ની આસપાસ પહોંચ્યા છે. મોંઘવારી આસમાને છે ત્યારે રાજ્ય સરકાર પેટ્રોલ- ડિઝલ પરના વેટમાં ઘટાડો કરી પ્રજાને રાહત આપવાના મૂડમાં નથી. અન્ય રાજ્યો દર ઘટાડવા વિચારણા કરશે તો અમે વિચારીશું તેમ કહીને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વેરો ઘટાડવાનો આડકતરો ઇન્કાર કર્યો હતો.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે ગુજરાતમાં લેવાતા વેરાનો દર દેશમાં સૌથી ઓછો છે. મોંઘવારી એ રાજ્યનો વિષય નથી. ઓપેક દ્વારા ઉત્પાદન ઘટાડાતા ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા છે જેના કારણે પેટ્રોલ- ડિઝલના ભાવમાં વધારો થયો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા મોંઘવારી ભથ્થું રીલીઝ કરવાની માંગણી કરાઇ પરંતુ સરકાર કોઇ નિર્ણય પર આવી નથી. નીતિન પટેલે કહ્યું કે, કેન્દ્રની પદ્ધિતિથી રાજ્ય પણ કર્મચારીઓને પણ ભથ્થાનો લાભ અપાય છે.

સંબંધિત સમાચાર

Next Article