World Heart day-Video હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શરીરની બહાર હૃદય સાથે બાળકનો જન્મ

Webdunia
બુધવાર, 29 સપ્ટેમ્બર 2021 (13:20 IST)
હિંમતનગર સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં શરીરની બહાર હૃદય સાથે બાળકનો જન્મ થતાં લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. હિંમતનગર સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. એન.એમ. શાહે વિગત આપતાં જણાવ્યું હતું કે બાળકનાં માતા-પિતાને પણ લગભગ આ બાબત જાણ હતી અને એટલે સિવિલમાં રિફર કરાયું હતું. શરીરની બહાર હૃદય સાથે જન્મવાની સ્થિતિ એક્ટોપીઆ - કો રડીસ તરીકે ઓળખાય છે. દસ લાખ બાળકે એકાદ બાળકમાં આવું જોવા મળે છે. 
<

હિંમતનગરની સિવિલમાં શરીરથી બહાર હૃદય સાથે બાળકનો જન્મ થતા Video વાયરલ, 10 લાખે એક કેસ#Gujarat #Video #Medical pic.twitter.com/TEM6qTzVvo

— Urvish patel (@reporterurvish) September 29, 2021 >
 
હિંમતનગર સિવિલ હોસ્પિટલના ગાયેનક વિભાગમાં મંગળવારે શરીરની બહાર હૃદય સાથે બાળકનો જન્મ થતાં  કુતૂહલ સર્જાયું હતું. સિવિલમાં પ્રથમ વખત આવા બાળકનો જન્મ થતાં કુતૂહલ સર્જાયું છે. દસ લાખ બાળકે એકાદ બાળકમાં આવું જોવા મળે છે, બાળકનો જન્મ થતાં અમદાવાદ યુએન મહેતામાં રિફર કરાયું હતું
 
હિંમતનગર સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. એન.એમ. શાહે વિગત આપતાં જણાવ્યું હતું કે બાળકનાં માતા-પિતાને પણ લગભગ આ બાબત જાણ હતી અને એટલે સિવિલમાં રિફર કરાયું હતું.  બાળકને યુ.એન. મહેતામાં રિફર કરાયું છે, જ્યાં સર્જરી કરીને શરીરમાં યોગ્ય જગ્યાએ સ્થાપિત કરવાનો પ્રયાસ કરાશે. બાળક ઓપરેશન રૂમ સુધી ન પહોંચે ત્યાં સુધી હૃદયની બહારની સપાટી સૂકાય નહિ અને અને ઇન્ફેક્શન ન લાગે એની કાળજી લેવી પડે છે. તેમણે ઉમેર્યું હતું કે મહદંશે આવી સર્જરીમાં અત્યારે સફળતા મળી રહી છે.

સંબંધિત સમાચાર

Next Article