ગુલાબ વાવાઝોડાને પગલે ગુજરાતમાં છેલ્લા પાંચેક દિવસથી સાર્વત્રિક વરસાદી માહોલ છે. બીજી બાજુ શાહીન વાવાઝોડાનુ સંકટ પણ તોળાય રહ્યુ છે. વરસાદનો છેલ્લો રાઉન્ડ ગુજરાતના ઘણા વિસ્તારો માટે આશીર્વાદરુપ બનીને આવ્યો છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છના વિસ્તારો સિઝનના 100% વરસાદને આંબી ગયા છે અથવા તો તૈયારીમાં છે. આમાં પણ રાજકોટ (122%) અને જામનગર (125%) માથે તો અતિવૃષ્ટિનું સંકટ સર્જાયું છે.