જૂનાગઢમાં હાર્દિકનો રોડ શો, મોદી અને રૂપાણી પર કર્યાં પ્રહાર

Webdunia
ગુરુવાર, 20 એપ્રિલ 2017 (12:55 IST)
જૂનાગઢ નજીકના વડાલ ગામે બુધવારે પાટીદાર અનામત આંદોલન સમિતીના પ્રણેતા હાર્દિક પટેલે જૂનાગઢ જિલ્લાના પાસના કન્વીનરો અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી અનામત આંદોલનની આગળની રણનીતી તૈયાર કરી હતી. તેમણે સીએમથી લઇને પીએમ સુધીનાને આડે હાથો લીધા હતા. સાથોસાથ અનામત આપવું કઇ રીતે શકય છે તેના વિષે પણ વાત કરી હતી. અનામત આપવા અંગે દાવો કરતા તેમણે જણાવ્યું હતું કે અમે 49 ટકામાં જે 27 ટકા અનામતની વાત છે તેમાંથી માંગીએ છીએ. 5,7 કે 10 ટકા અનામત આપવી હોયતો નાઇન શિડયુલમાં લોકસભામાં ખરડો પાસ કરીને આપી શકે છે. અગાઉ તમિલનાડુમાં આ પ્રમાણે આપી

હતી.પાટીદારોમાં પેલા જેવું ઝુનુન ન હોવા બાબતે તેમણે જણાવેલ કે સરકાર ખોટા કેસ કરીને ફસાવી દે છે માટે આક્રોશમાં આવીને કોઇ પગલાં ન લેવા કહ્યું છે.  મતભેદતો હોય ચિંતાનો વિષય નથી સમય આવ્યે રસ્તો નિકળશે.ચુંટણી લડવા વિષે કહ્યું કે મારી ઉંમર પણ નથી અને હું માત્ર 5 વર્ષ નહી હું આજીવન સમાજની સેવા કરવા ઇચ્છું છું. જીએમડીસી જેવું શકિત પ્રદર્શન થતું ન હોવા બાબતે કહ્યું કે સરકાર પરમીશન આપતી નથી. પરમીશન આપેતો કરી બતાવીએ.મોદીના રોડ શો અંગે કહ્યું કે મોદી વરાછામાં રોડ શો કરી બતાવે તો કહીએ.
Next Article