ગુજરાત સરકાર કહે છે કે રાઈટ ટુ એજ્યુકેશનના કાયદાનો તમામ સ્કૂલોએ અમલ કરવો પડશે. તેવી જ રીતે સરકારે ફિ નિર્ધારણનો કાયદો તો બનાવ્યો પણ સ્કૂલો તો પોતાની નક્કી કરેલી જ ફિ વસુલ કરી રહ્યા છે. આમ સરકાર આરટીઈ અને ફિના મુદ્દે સ્કુલો સામે લાચાર ઊભી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. એક તરફ રાજ્ય સરકાર પ્રવેશ ઉત્સવના કાર્યક્રમો કરે છે, બીજી તરફ કાયદાની જોગવાઈને ખાનગી શાળા સંચાલકો ઘોળી પી જાય છે. સ્કૂલ સંચાલકોને સરકારનો ડર જ નથી. જાણે મોદી સાથે સીધા સંબંધો હોય તેમ રૂપાણી સરકારને ગણકારતા જ નથી. છેલ્લાં ઘણા સમયથી વાલીઓ સ્કૂલ ફી મામલે અંદોલન કરી રહ્યાં છે. પણ ફી ઘટાડવાની બાબત દો દૂર રહી સરકાર અ કહી રહી છે કે હાલમાં માગે તે આપો પરત અપાવીશું. મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમનો પડ્યો બોલ ઝિલાતો હતો. અધિકારીમાં પણ એટલી તાકાત ન હતી કે તેમને ના કહેવાની હિંમત ધરાવે. મોદી કહે એટલે ફાયનલ પણ આજે સ્થિતિ એવી નથી.મુખ્યમંત્રીની ખુરશીમાં બેઠેલા વિજય રૂપાણીની આંખ ફરે તો સંચાલકોને ફફડી જવા જોઈએ. કારણ કે અે રૂપાણીનો નહીં પણ એ ખુરશીનો પાવર છે. આ પાવરનો ઉપયોગ કરતાં મુખ્યમંત્રી રૂપાણી પાછળ રહી ગયા છે. જેને પગલે સ્કૂલ સંચાલકો શિક્ષણ માફિયા બની ગયા છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની પણ જી હજૂરીને પગલે આજે શિક્ષણ વિભાગની સ્થિતિ એવી છે કે અધિકારીઓ પણ સ્કૂલ સંચાલકોની ભાષા બોલી રહ્યા છે. ગુજરાતમાં શિક્ષણતંત્ર ખાડે ગયું છે. સરકારનો કોઈ કન્ટ્રોલ ન હોય તેવી સ્થિતિ છે. સ્કૂલ સંચાલકો પૈસાના જોરે સુપ્રીમ સુધી જઈને સરકારને દબાવી રહ્યાં છે અને સરકાર દબાઈ રહી છે. હવે લોકસભાની ચૂંટણી અવી રહી છે. હવે તમામ મામલાઓમાં કયા મામલામાં પ્રજાનો સપોર્ટ વધારે છે. તેવા મામલાઓ આગળ આવશે. સરકારની દુખતી નસ હોય તો ખેડૂતો છે. ગુજરાતમાં ખેડૂતોની ફેવર કરવાનો મામલો હાલમાં વધુ પડતો વહેલો હોવાથી અલ્પેશ, હાર્દિક જેવા યુવા નેતાઓએ સામાન્ય પ્રજાને સીધો સ્પર્શતો સ્કૂલ ફીનો મામલો હાથમાં લીધો છે. ગઈકાલનું તો ફક્ત ટ્રેલર હતું, સરકારે જાગવાની જરૂર છે નહીં તો આ ટ્રેલરની સ્ક્રીપ્ટ લખાશે અને પિક્ચર બની જશે અને સરકાર હાથ પર હાથ ધરીને બેસી રહેશે એવો સમય આવશે.