ભાજપના કોંગ્રેસમુક્ત અભિયાનના ભાગરૃપે આજે વધુ ત્રણ કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાયા છે. અત્યાર સુધી ભાજપને કૌભાંડી કહેનારા આ ત્રણે નેતાઓને ભાજપે વિધિવત આવકારી પણ લીધા છે. આ સાથે સંઘ અને ભાજપના પાયાના કાર્યકરોની અવગણનાનો સિલસિલો આગળ ધપ્યો છે. શંકરસિંહ અને અન્ય જૂથવાદી પ્રશ્નોથી કેટલાય સમયથી વિવાદમાં ફસાયેલા ગુજરાત કોંગ્રેસ પક્ષમાં રાજ્યસભાની ચૂંટણી ટાણે જ કમઠાણ મચ્યું છે.
એક માહિતી મુજબ ભાજપમાં કોંગ્રેસના ૧૧ થી વધુ ધારાસભ્યોને વિધાનસભામાંથી રાજીનામું અપાવી ભાજપમાં લાવશે. અને આમ કરીને રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ-એહમદ પટેલ માટે એક પ્રકારનો પડકાર પુરવાર થશે. રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે જેના આગલા દિવસે જ કોંગ્રેસ છોડીને ત્રણેય ધારાસભ્યો ભાજપમાં આવી ગયા છે. વર્ષો સુધી કોંગ્રેસમાં રહેલા પરંતુ સત્તા માટે ભાજપમાં ગયા હોય તેવા ધારાસભ્યો - આગેવાનોની યાદી ધીરે ધીરે લાંબી થતી જાય છે. જો કે અમુક નેતાઓ કોંગ્રેસમાંથી ટિકિટ નહીં મળવાથી તો કેટલાક આગેવાનો પક્ષમાં પોતાની અવગણના થતી હોવાનું જણાવીને ભાજપમાં જોડાઇ ગયા હતા. આવા નેતાઓની યાદી આ મુજબ છે.