Gujarat Civic Result - એકવાર ફરી ભગવો લહેરાયો, BJP 44-Cong-17 અને અન્યને 5 સીટ

Webdunia
સોમવાર, 19 ફેબ્રુઆરી 2018 (17:16 IST)
ગુજરાત વિધાનસભા ચૂંટણી પછી હવે નગરપાલિકા ચૂંટણીમાં પણ બીજેપીએ બાજી મારી છે. જો કે તેની સીટો પહેલા કરતા થોડી ઓછી જરૂર થઈ છે. સોમવારે 72 સીટો પર આવેલ નગરપાલિકા ચૂંટણી પરિણામોમાં ભાજપાના ભાગમાં 44 સીટો અને કોંગ્રેસના ભાગે 17 સીટો આવી છે. અન્યના ખાતામાં 5 સીટો ગઈ.  આ ઉપરાંત 4 સીટોનું પરિણામ ટાઈ રહ્યુ. 
 
પરિણામ પર - LIVE UPDATE

કોને મળી કેટલી બેઠક
 
બીજેપી - 1167 , કોંગ્રેસ - 630,  બહુજન સમાજ પાર્ટી - 15,  એનસીપી - 28, અન્ય - 18,  અપક્ષો - 202
 
– 47 બેઠકો પર ભગવો લહેરાયો, કૉંગ્રેસને 17 નગરપાલિકાઓ મળી, 4 નગરપાલિકામાં ટાઇ, 2 ન.પા.માં ત્રિશંકુની સ્થિતિ, અપક્ષનો 5 પર દબદબો
– તાલુકા-જિલ્લા પંચાયતમાં પણ ભાજપ જીતશે: વાઘાણી
– કૉંગ્રેસના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા, જનતાએ કોંગ્રેસને જાકારો આપ્યો, 45 નગરપાલિકામાં ભાજપનો વિજય: વાઘાણી, ભાજપના પ્રદેશ પ્રમુખ
– કમલમ્ પર ઉત્સવ ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ્ પર વિજયોત્સવ, ચૂંટણીમાં ભવ્ય સફળતાનો ભાજપનો દાવો, 40 જેટલી ન.પા.માં ભગવો લહેરાયો હોવાનો દાવો, ડી.જે સાથે અબીલ ગુલાલ ઉડાડી કાર્યકરો ઉજવ્યો ઉત્સવ, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી સહીત અગ્રણીઓ રહ્યા હાજર
– ગુજરાતની જનતાનો નાના શહેરોની જનતાનો ખૂબ-ખૂબ આભાર માનીએ છીએ, અમે ભાજપની કેટલીય બેઠકો ઝૂંટવી લીધી છે. વ્હાઇટ વોશ બીજેપીનો જ થયો છે: અલ્પેશ ઠાકોર

ગુજરાતના નગર પાલિકા ચૂંટણીમાં 75માંથી 44 નગરપાલિકામાં બીજેપી આગળ 27 નગરપાલિકામાં કોંગ્રેસ આગળ અન્ય દળોના ઉમેદવાર 4 સીટ પર આગળ. અત્યાર સુધીના પરિણામોમાં કોંગ્રેસે બીજેપી પાસેથી 15 નગરપાલિકા સીટો છીનવી લીધી છે. 
 
જૂનાગઢની નગરપાલિકાના પરિણામો જોઈએ તો વિસાદવર કોંગ્રેસ 13 અને બીજેપી 11 સીટો પર જીત નોંધાવી. મંગરોલ નગર પાલિકાની ચોરવાડની 7 બીજેપી 13 કોંગ્રેસે જીત નોંધાવી. વંથલીમાં 4 બીજેપી અને 20 કોંગ્રેસને મળી. માનાવદરમાં 10 બીજેપી 1 કોંગ્રેસ અને 1 અન્યએ જીત નોંધાવી છે. 
 
આણંદ જીલ્લાની અંકલાવ નગરપાલિમાં વોર્ડ 3માંથી 4 સીટો પર વિપક્ષના ખાતામાં ગઈ છે. ખેડા જીલ્લાની મહુધા નગરપાલિકામાં બીજેપીએ જીત નોંધાવી છે. ખેડા જીલ્લાની ચકલાસી નગરપાલિમાં વોડ 4માંથી 4 વિપક્ષએ જીતી છે. આણંદ જીલ્લાના ઓડ નગરપાલિકામાં કોંગ્રેસે જીતી તો કરમસદની નગરપાલિકા બીજેપીએ જીતી. 
 
- તાપીની બીજેપી નગરપાલિકા પૂર્વ પ્રમુખ દીપક વસાવા હાર્યા 
- બાલાસિનોર નગરપાલિકા વોર્ડ નંબર 2 પરથી બીજેપી પેનલે જીત નોંધાવી 
- રાધર નગર પાલિકા 13 પર કોંગ્રેસ અને 11 પર બીજેપીનો કબજો. 
- વિદ્યાનગર નગર પાલિકા વોર્ડ નંબર 4 બીજેપીએ જીત નોંધાવી આ ઉપરાંત ધોરાજીથી 2 બીજેપી અને 2 સીટ પર અન્ય આગળ 
- વિસાવદર નગર પાલિકા વોર્ડ નંબર 3ની ત્રણેય સીટ કોંગ્રેસે જીતી 
- ખેરાલુ નગર પાલિકા વોર્ડ નંબર 2થી બીજેપી જીતી 
- ઘોલ નગર પાલિકા વોર્ડ નંબર 2થી બીજેપી જીતી 
- અમરૌલી રાજુલા નગર પાલિકા પર કોંગ્રેસે જીત નોંધાવી વંથલી વોર્ડ નંબર 2 પરથી કોંગ્રેસ જીતી. રાજુલા વોર્ડ નંબર 1થી પરથી કોંગ્રેસ જીતી 
- બિલીમોરા વોર્ડ નંબર 1 પરથી બીજેપી પેનલ જીતી 
-સાણંદ વોર્ડ નં 1 બીજેપી ચેનલનો વિજય 
- દ્વારકા વોર્ડ નંબર 2 પર બીજેપી પેનલની જીત 
- હાલોલ વોર્ડ નંબર 1માં બીજેપી પેનલ જીતી 
 
– ગરિયાધાર વોર્ડ – 1માં ચારેય બેઠક કોંગ્રેસને ફાળે
 
– રાપરમાં વોર્ડ – 4માં ચારેય બેઠક પર BJPની જીત
 
– ચલાલા ન.પા. વોર્ડ નં 2માં ભાજપની પેનલ વિજેતા
 
– રાજુલા વોર્ડ – 2માં કોંગ્રેસની પેનલ જીતી
 
– લાઠી ન.પામાં વોર્ડ નં 1માં ભાજપની પેનલનો વિજય
 
– ગારિયાધાર વોર્ડ – 2માં ભાજપની પેનલની જીત

– નગરપાલિકા સત્તા સંગ્રામ  75/75 : BJP – 44, કૉંગ્રેસ – 27, અન્ય – 04 સીટો પર આગળ
 
– 11 નગરપાલિકાના પરિણામો જાહેર, 7 પર ભાજપનો ભગવો લહેરાયો, 4 પર કૉંગ્રેસની જીત
 
– વલસાડની પારડી નગરપાલિકામાં ભાજપ-કૉંગ્રેસ વચ્ચે ટાઈ, 28 બેઠકો પૈકી બંને પક્ષોને 14 – 14 બેઠક, પારડીમાં ટાઈ પડી. 
 
– સાબરકાંઠાની પ્રાંતિજ ન.પા.માં 17 બેઠક ભાજપના ફાળે, કોંગ્રેસને ફક્ત 3 બેઠક મળી, 6 બેઠક પર અપક્ષનો વિજય
 
– તળાજા ન.પામાં 16 બેઠક પર ભાજપનો વિજય, 12 બેઠક સાથે કોંગ્રેસનું નબળુ પ્રદર્શન
 
– ધ્રોલ ન.પા.માં ભાજપનો વિજય, કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી ભાજપે
 
– કરમસદ ન.પા.માં ભાજપનો ભગવો લહેરાયો, ભાજપ 20 બેઠક, 4 બેઠક કોંગ્રેસના ફાળે
 
– લાઠી નગરપાલિકા પર ભાજપનો ક્બજો, 23 બેઠક પર ભાજપની જીત, કોંગ્રેસનો સફાયો
 
– દ્રારકા ન.પા.માં 25 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો, 3 બેઠક પર કોંગ્રેસની જીત
 
– જસદણ નગરપાલિકામાં ભાજપની જીત, ભાજપ 23 બેઠક, કોંગ્રેસ 5 બેઠક
 
– જસદણ નગરપાલિકામાં ભાજપની જીત, 28માંથી 23 બેઠકો પર ભાજપની જીત
 
– વિદ્યાનગર ન.પા.માં તમામ વોર્ડમાં ભાજપની જીત, કોંગ્રેસનું ખાતુ ખૂલી ના શકયું
 
– કુતિયાણા વોર્ડ નંબર 3મા ભાજપનો વિજય
 
– સોનગઢ વોર્ડ નંબર 4મા ચારેય બેઠક પર ભાજપ
 
– કોડીનાર વોર્ડ નંબ 3મા બાજપની પેનલનો વિજય
 
– વેરાવળની સલાયા નગર પાલિકા કૉંગ્રેસે ભાજપ પાસેથી છીનવી લીધી, 10 વર્ષથી હતું ભાજપનું શાસન
 
– અમરેલીના રાજુલામાં કૉંગ્રેસની જીત
 
– સિહોર નગરપાલિકામાં કૉંગ્રેસનો સફાયો, તમામ 12 બેઠક પર ભાજપનો વિજય
 
– જૂનાગઢના વંથલીમાં ભાજપ-કૉંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, વંથલની નગરપાલિકામાં ટાઇ, બંને પક્ષોના 12-12 સભ્યોની જીત
 
-ગુજરાતના નગર પાલિકા ચૂંટણીમાં 75માંથી 39 નગરપાલિકામાં બીજેપી આગળ 26 નગરપાલિકામાં કોંગ્રેસ આગળ અન્ય દળોના ઉમેદવાર 3 સીટ પર આગળ..
 
સાબરકાંઠાની ખેડબ્રહ્મા નગરપાલિકાના વોર્ડ નં-3માં કોગ્રેસને 3 અને ભાજપને એક બેઠક મળી
 
-લાઠી નગરપાલિકામાં ભાજપે 12 બેઠક જ્યારે કોગ્રેસને એક પણ બેઠક ન મળી.
 
-ચલાલા નગરપાલિકામાં ભાજપે આઠ બેઠક અને કોગ્રેસ ચાર બેઠક પર વિજય મેળવ્યો.
-રાજુલા નગરપાલિકામાં કોગ્રેસે 12 બેઠક અને ભાજપને એક પણ બેઠક મળી નહોતી.
 
-રાપર નગરપાલિકામાં ભાજપે 15 અને કોગ્રેસે 13 બેઠક પર વિજય મેળવ્યો
 
-સલાયા નગરપાલિકાની 28 બેઠકમાંથી કોગ્રેસે 24 અને ભાજપે ચાર બેઠક પર વિજય મેળવ્યો
 
-ભાવનગર જિલ્લાની તળાજા નગરપાલિકાના વોર્ડ નંબર પાંચમા ભાજપના 4 ઉમેદવારો જીત
 
-સાબરકાંઠા પ્રાંતિજ નગરપાલિકા વોર્ડ નં-3 ભાજપ 3 અને અપક્ષ એકમાં વિજેતા
-દ્વારકા નગર પાલિકાના વોર્ડ નંબર 2 ના ભાજપના ઉમેદવારની જીત.
 
-કરજણ નગરપાલિકામાં વોર્ડનંબર 1 માં ભાજપનો ચાર બેઠક પર વિજય.

– વડનગર પાલિકામાં ભાજપનો સપાટો: 8 બેઠકમાંથી 7 પર ભાજપ આગળ
 
– ગરિયાધાર વોર્ડ – 1માં ચારેય બેઠક પર કોંગ્રેસ વિજયી
 
– રાપરમાં વોર્ડ – 4માં ચારેય બેઠક પર BJPની જી
 
– ચલાલા ન.પા. વોર્ડ નં 2માં ભાજપની પેનલ વિજેતા
 
– રાજુલા વોર્ડ – 2માં કોંગ્રેસની પેનલની જીત
 
– લાઠી ન.પામાં વોર્ડ નં 1માં ભાજપની પેનલ વિજેતા
 
– ગારિયાધાર વોર્ડ – 2માં ભાજપની પેનલની જીત
 
– પ્રાંતિજમાં વોર્ડ 2માં 3 ભાજપ 3, એક બેઠક પર અપક્ષ વિજયી
 
– હળવદ વોર્ડ 2માં ભાજપની પેનલનો વિજય
 
– કોડીનાર ન.પા. વોર્ડ નં 2માં ભાજપની પેનલ જીતી
 
– ઝાલોદ વોર્ડ 1માં 3 અપક્ષ એક પર ભાજપની જીત
 
– વિદ્યાનગર વોર્ડ નં 3માં ભાજપની પેનલ જીતી
 
– છાયા ન.પા વોર્ડ નં 1માં કોંગ્રેસની પેનલ જીતી
 
– ડાકોર વોર્ડ – 1માં એક BJP અને 3 પર અપક્ષની જીત
 
– કુતિયાણા ન.પા. વોર્ડ નં – 1માં ભાજપની પેનલ જીતી
 
– રાણાવાવ ન.પા. વોર્ડ નં 7માં ભાજપની પેનલ જીતી
 
– વલસાડ ન.પા. વોર્ડ નં 1માં ભાજપની પેનલ જીતી
 
– પ્રાંતિજ ન.પા. વોર્ડ નં 2 માં 3 બેઠક પર ભાજપની જીત
 
– સિહોર ન.પા. વોર્ડ નં 2માં 8 બેઠક પર ભાજપની જીત
 
– વંથલી ન.પા.માં 2 વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી
 
– વિસાવદર વોર્ડ નં 2 માં 3 બેઠક પર કોંગ્રેસ વિજયી
 
– વલસાડ નગરપાલિકાની મતગણતરી દરમ્યાન પોલીસ અને ઉમેદવારો વચ્ચે આવા બાઇ સ્કૂલ બહાર ઘર્ષણ, પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો
 
– ચોરવાડ ન.પા. વોર્ડ – 1માં કોંગ્રેસની જીત
 
– ગારિયાધાર વોર્ડ 1મા ચારેય બેઠક પર કૉંગ્રેસનો વિજય
 
– રાપરમાં વોર્ડ 4મા ચારેય બેઠક પર ભાજપનો વિજય
 
– માણાવદર વોર્ડ 1 માં કૉંગ્રેસની જીત
 
– છોટાઉદેપુર વોર્ડ 1મા 3 અપક્ષ એક પર કૉંગ્રેસનો વિજય
 
– કાલાવાડમાં વોર્ડ નંબર-1મા ભાજપનો વિજય
 
– ખેરાલુ નગરપાલિકાના વોર્ડ નંબર-1માં કૉંગ્રેસે રી-કાઉન્ટિંગની કરી માંગણી
 
– રાજુલા વોર્ડ નંબર-1મા ચારેય બેઠક પર કૉંગ્રેસનો વિજય
 
– સિહોર વોર્ડ નંબર 1મા ભાજપની પેનલનો વિજય
 
– વિજોલપર વોર્ડ નંબર 1મા ભાજપની પેનલનો વિજય
 
– ચોરવાડ વોર્ડ નંબર 1મા કૉંગ્રેસનો વિજય
 
– વલ્લભ વિદ્યાનગર વોર્ડ નંબર 1 અને 2માં ભાજપનો વિજય
 
– હારીજ નગર પાલિકામાં વોર્ડ નંબર 1માં ભાજપની પેનલનો વિજય
 
– વંથલીમાં નગર પાલિકામાં વોર્ડ નંબર 1માં કૉંગ્રેસનો વિજય
 
– ખેડબ્રહ્મા વોર્ડ નંબર 1મા કૉંગ્રેસની પેનલનો વિજય
 
– પારડી ન.પા.વોર્ડ નંબર 1મા કોંગ્રેસના ઉમેદવારનો વિજય
 
– દ્વારકા નગર પાલિકા વોર્ડ નંબર 1માં ચારેય બેઠક પર ભાજપની પેનલનો વિજય
 
– કોડીનાર વોર્ડ નંબર 1મા ચારેય બેઠક પર ભાજપની પેનલનો વિજય
 
– તળાજા વોર્ડનંબર 1માં 2 ભાજપ, 2 કૉંગ્રેસનો વિજય
 
– ખેડા મહુધામાં કૉંગ્રેસ 3 ભાજપની 1 બેઠક પર વિજય
 
– સુરેન્દ્રનગર વોર્ડ નંબર 6ની બેઠક પર કૉંગ્રેસની પેનલનો વિજય
 
– સાણંદ વોર્ડ નંબર 1મા ભારતીય જનતા પાર્ટીની જીત
 
– થરાદ વોર્ડ નંબર 1મા 3 બેઠક પર અપક્ષ, એક બેઠક પર ભાજપ
 
– થરાદના 4 વોર્ડના પરિણામ જાહેર
 
– થરાદ નગરપાલિકાના પ્રમુખ સુમિત્રાબેન દવેની હાર
 
– નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી શરૂ
 
– નગરપાલિકાના 529 વોર્ડની 2,116 બેઠકો માટે મતદાન યોજાયું હતું
 
– આજે 6,033 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે
 
– જેમાં ભાજપના સમર્થિત 1,934, કોંગ્રેસ સમર્થિત 1,783, અપક્ષ 1,793 અને અન્ય 523 ઉમેદવારોનો સમાવેશ થાય છે
 
– આ વખતની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોએ મોટી સંખ્યામાં ઝંપલાવ્યું છે

સંબંધિત સમાચાર

Next Article