ગુજરાતમાં ચૂંટણી લડ્યા વિના જ ભાજપ રાજ્યસભાની 2 અને પાલિકા-પંચાયતની 219 બેઠક જીત્યું

Webdunia
બુધવાર, 17 ફેબ્રુઆરી 2021 (10:45 IST)
રાજ્યમાં આગામી 21 અને 28 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન પહેલા જ કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો છે. ઉના અને કડી નગર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપના ઉમેદવારો મોટી સંખ્યામાં બિનહરીફ થયા છે. કોંગ્રેસે મેન્ડેટ આપેલા ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પાછું ખેંચતા ભાજપે 219 બેઠક પર વિજય મેળવ્યો છે. ઉમેદવારીપત્રો ભરવાના છેલ્લા દિવસથી જ કોંગ્રેસના ઉમેદવારોમાં મેન્ડેટમાં ગરબડ થવાને કારણે અનેક ઉમેદવારો ફોર્મ ભરી નહીં શકતા ભાજપને બિનહરીફ બેઠકો મળવાની શરૂઆત થઇ હતી. મંગળવારે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાના છેલ્લા દિવસે ચિત્ર સ્પષ્ટ થતાં ભાજપને કુલ 219 બેઠકો ચૂંટણી લડ્યા વિના મળી ગઇ છે. મહેસાણા જિલ્લાની કડી નગરપાલિકામાં કુલ 36 બેઠકોમાંથી 26 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે. કડીમાં નાયબ મુખ્યંત્રી નીતિન પટેલે ગોઠવેલી વ્યૂહરચના સફળ થઇ છે. જ્યારે ગીર સોમનાથ જિલ્લાની ઉના નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી 21 બેઠકોમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.

સંબંધિત સમાચાર

Next Article