ગુજરાતમાં આગામી 1 માર્ચના રોજ ગુજરાતની ખાલી પડેલી બે બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી યોજાવા જોવાની છે. અહેમદ પટેલ અને અભય ભારદ્રાજના નિધન બાદ આ બે બેઠકો ખાલી પડી હતી. આ બે બેઠકોને લઇને ભાજપે બે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ત્યારે ભાજપે નવા મૂરતિયાને મેદાનમાં ઉતારતાં દિનેશભાઈ પ્રજાપતિ અને રામાભાઈ મોકરિયાના નામની ભાજપે જાહેરાત કરી છે.
પક્ષે બંને નવા ચહેરાઓને ટિકિટ આપવામાં આવી છે. રામ મોકરિયા બ્રાહ્મણ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ રાજકોટ ભાજપના જુના કાર્યકર છે. તો દિનેશ પ્રજાપતિ બનાસકાંઠાના આગેવાન છે. તેઓ પ્રજાપતિ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ ભૂતકાળમાં બોર્ડ નિગમના ડાયરેકટર રહી ચુક્યા છે. તો રામભાઈ મોકરિયા એબીવીપીના કાર્યકર રહી ચૂક્યા છે.