ISISના બોમ્બ બ્લાસ્ટ પ્લાનર ભાઈ વસિમ અને નઈમને આજે અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં પોલીસે તેમના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. અદાલતે 10મી માર્ચ સુધી 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ બંને સગા ભાઈઓ ભીડભાડવાળી જગ્યામાં બોમ્બબ્લાસ્ટ કરવાનો પ્લાન કરતા હતા અને ચોટીલા સહિત રાજકોટમાં ગુંદાવાડીમાં પણ બોમ્બ મુકવાના હતા. શનિવારની મદ્યરાતે બે આતંકીઓને ભાવનગર અને રાજકોટમાંથી દબોચી લેવાયા હતા. ગઈકાલે એટીએસ બંનેને અમદાવાદ પીસી કરવા માટે લઈ ગઈ હતી અને સાંજે પાછા રાજકોટ મોકલી દેતા મોડી રાત્રે પાછા મૂકી ગઈ હતી.
આઈએસના બંને આતંકી ભાઈઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. બંનેનું સિવિલ હોસ્પિટલમાં તબીબી પરિક્ષણ કરી જ્યુડિશિયલ મેજેસ્ટ્રેટની કોર્ટમાં બંન્નેને રજૂ કરાયા હતા. જેમાં આરોપીઓએ જજ સાહેબ સામે કબલ્યું હતું કે, હા અમે બોમ્બ બનાવવાના હતા. 10 માર્ચ સુધી રિમાન્ડ અપાયા, ઇન્ટરનેટના માધ્યમથી બોમ્બ બનાવાનું શિખ્યા હતા. બન્ને આતંકી ભાઇઓને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં આરોપીઓ તરફથી કોઇ વકીલ ન હોવાથી આરોપીઓએ દલિલ કરતા જજ સાહેબ સમક્ષ કબૂલાત આપી હતી કે, અમે ઇન્ટરનેટના માધ્યમથી બોમ્બ બનાવવાનું શિખ્યા હતા. તેમજ બોમ્બ બનાવવાનું સાહિત્ય પણ ઇન્ટરનેટમાંથી મેળવતા હતા. શહેરમાં દહેશત ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો. ચોટીલા પણ જઈ આવ્યા હતા. બન્ને આરોપીઓના 10 માર્ચ સુધી એટલે કે 12 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.