ગુજરાત યુનિ.ની ઓફલાઈન પરીક્ષા શરૂ, પરંતુ હોસ્ટેલ બંધ હોવાથી બહારથી આવતા વિદ્યાર્થીઓ વધુ પૈસા ચૂકવી PGમાં રહેવા મજબૂર

Webdunia
મંગળવાર, 27 જુલાઈ 2021 (14:05 IST)
ગુજરાત યુનિવર્સિટીમાં બીજા તબક્કાની ઓફલાઈન પરીક્ષા શરૂ થઈ છે. ઓફલાઈન પરીક્ષા શરૂ થતાં તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે કોલેજ સુધી આવવુ પડ્યું છે. બહારથી આવતા અને અગાઉ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ પણ ઓફલાઈન પરીક્ષા માટે અમદાવાદ આવવુ પડ્યું છે. પરંતુ હોસ્ટેલ બંધ હોવાને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જેથી ચોમાસાની પરિસ્થિતિ અને હોસ્ટેલ બંધ હોવા અંગે સરકારે વિચારણા કરવી જોઈએ તેવી NSUI એ માંગ કરી છે.

ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષા બાદ કેસ ઘટતા હવે ઓફલાઈન પરીક્ષા શરૂ કરવામાં આવી છે. ઓફલાઈન પરીક્ષા આપવા અમદાવાદ બહારના વિદ્યાર્થીઓ પણ અમદાવાદ પરીક્ષા આપવા પહોંચ્યા છે. પરંતુ વિદ્યાર્થીઓ અગાઉ જે હોસ્ટેલમાં રહેતા હતા તે હોસ્ટેલ હાલ બંધ છે, ત્યારે આ સ્થિતિમાં પરીક્ષા આપવા બહારથી આવેલા વિદ્યાર્થીઓએ વધુ પૈસા ખર્ચીને PGમાં રહેવું પડે છે અને વારસાદમાં પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા મુશ્કેલી પડી રહી છે.આ અંગે NSUIના રાષ્ટ્રીય સંયોજક જણાવ્યું હતું કે, યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષાની શરૂઆત થઈ છે, પરંતુ તેઓ ભૂલી ગયા છે કે બહારથી આવતા પરીક્ષાર્થીઓ અમદાવાદ આવ્યા છે, જ્યાં તેઓને રહેવા, જમવા-વાંચવા કે કોઈ જ પ્રકારની સુવિધાઓ નથી અને હોસ્ટેલ બંધ હાલતમાં છે. ત્યારે PGમાં વિદ્યાર્થીઓએ વધુ પૈસા આપવા પડે છે. સરકારે વિદ્યાર્થીઓની સ્થિતિ અંગે વિચારીને કોઈ નિર્ણય લેવો જોઈએ.ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજથી ઓફલાઈન પરીક્ષા શરૂ કરવામાં આવી છે. જેમાં BA, B.COM, BBA, BCA, BSC, MA, M.COM, MSW, LLB, B.ED સહિતના કોર્ષની પરીક્ષા ઓફલાઈન લેવાશે. ઓનલાઈન પરીક્ષા આપી હોય તે સિવાયના વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા યોજાશે.

સંબંધિત સમાચાર

Next Article