આરોપીનું નામ રાહુલ કરમવીર જાટ છે. તેને 24 નવેમ્બરે ગુજરાતના વલસાડના વાપી રેલ્વે સ્ટેશન પરથી પોલીસે પકડી લીધો હતો. તે 19 વર્ષની છોકરીની હત્યાના કેસમાં પકડાયો છે, પરંતુ તે પૂછપરછ દરમિયાન તેણે એક જ મહિનામાં વધુ 4 હત્યાની કબૂલાત કરી હતી.
તેણે ટ્રેનની અંદર ચારેય હત્યાઓ કરી હતી. આરોપી હરિયાણાનો રહેવાસી છે અને પોલીસ તેની સીરિયલ કિલર તરીકે તપાસ કરી રહી છે. વલસાડના પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલાએ પુષ્ટિ કરી હતી.તેમણે જણાવ્યું કે કરમવીર બાંદ્રા-ભુજ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે પોલીસે તેને પકડી લીધો હતો. 5 હત્યાઓમાંથી તેણે 3 મહિલાઓની હત્યા કરી હતી અને હત્યા કરતા પહેલા મહિલાઓ પર બળાત્કાર પણ કર્યો હતો.
પૂછપરછ દરમિયાન રાહુલે પોલીસને જણાવ્યું કે તે રેલવે સ્ટેશન પર રહેતો હતો અને ત્યાં સૂતો હતો. તે લૂંટના ઈરાદે ગુનાઓ આચરતો હતો. તેણે ખાસ કરીને મહિલાઓને શિકાર બનાવી હતી. તેમને એકલા તે તેને જોતા જ પકડી લેતો અને તેના પર બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરી નાખતો. લૂંટ કર્યા બાદ તે ભાગી જતો હતો. તે વિકલાંગ મુસાફરો માટેના કોચમાં જ પોતાનો શિકાર શોધતો હતો.
રાહુલ કરમવીરે આ 5 ગુના કર્યા હતા
પોલીસ અધિક્ષકે કહ્યું કે ઓક્ટોબર 2024માં રાહુલે સોલાપુર નજીક પુણે-કન્યાકુમારી ટ્રેનમાં એક મહિલા મુસાફરનું યૌન શોષણ કર્યું અને તેની હત્યા કરી. 25મી ઓક્ટોબરે સિગારેટ વિવાદને પગલે કર્ણાટકમાં બેંગલુરુ-મુરદેશ્વર ટ્રેનમાં એક સહ-મુસાફરની હત્યા કરવામાં આવી હતી. વલસાડ જિલ્લાના ઉદવાડા રેલવે સ્ટેશન પાસે 14 નવેમ્બરના રોજ 19 વર્ષીય કોલેજ વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજાર્યા બાદ હત્યા કરી.
પશ્ચિમ બંગાળમાં, 19 નવેમ્બરે, તેણે કટિહાર એક્સપ્રેસમાં 63 વર્ષીય વ્યક્તિની લૂંટના ઇરાદે હત્યા કરી હતી. તેના પર છરી વડે અનેક વાર કરવામાં આવ્યા હતા. તેની ધરપકડના થોડા દિવસો પહેલા તે 24 નવેમ્બરે સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર મેંગલોર સ્પેશિયલ એક્સપ્રેસમાં એક મહિલાની હત્યા કરવામાં આવી હતી.