ગુજરાતના પાઠય પુસ્તક મંડળ દ્વારા ભાષાના પુસ્તકમાં 75 જેટલી ભુલ

Webdunia
બુધવાર, 6 જૂન 2018 (13:05 IST)
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના છબરડા બાદ પાઠ્ય પુસ્તક મંડળનો છબરડો સામે આવ્યો છે. ધો.12ના ગુજરાતી માધ્યમના પુસ્તકમાં ભૂલ સામે આવી છે. ભાષાના પુસ્કમાં 4 નંબરના પાઠમાં 75 ભુલો સામે આવી. ભૂલોમાં વ્યાકરણ, પર્યાય શબ્દ સહિત જોડણીની ગંભીર ભૂલનો સમાવેશ થાય છે. આ અંગે પાઠ્ય પુસ્તક મંડળના ચેરમેને છાપકામની ભૂલનો સ્વીકાર કર્યો હતો. પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા શુદ્ધિ પત્રક બહાર પડાયું  હતુ. આ શુદ્ધિ પત્રક દ્વારા ભૂલો દૂર કરવામાં આવી. ઉલ્લેખનિય છે કે શિક્ષણ જગતમાં છબરડાઓ અવાર નવાર સામે આવે છે જેને કારણે વિદ્યાર્થિઓ પર વિપરીત અસર પડે છે. થોડા દિવસો પહેલા રાવણને બદલે રામે સીતાનુ અપહરણ કર્યાની ગંભીર ભુલ સામે આવી હતી. ધો-12ના સંસ્કૃતના પુસ્તકમાં રામે સીતાનું અપહરણ કર્યું હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યુ હતો. ત્યારે ચોંકાવનારી વાત તો એ છે કે પ્રુફ રીડિંગમાં પણ આ ભૂલ સામે આવી નહોતી. પાઠ્ય પુસ્તકમાં થતી ભુલો અંગે શિક્ષણ વિભાગ ક્યારે જાગૃત થશે તે જોવાનુ રહેશે.

સંબંધિત સમાચાર

Next Article