આજે ધોરણ 10નું કુલ 66.96 ટકા પરિણામ જાહેર થયું છે. ગુજરાતી માધ્યમનું પરિણામ 64.58 ટકા, અંગ્રેજી માધ્યમનું 88.11 ટકા અને હિન્દી માધ્યમનું 72.66 ટકા પરિણામ આવ્યું છે. સુરત જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યો છએ. સુરત જિલ્લાનું પરિણામ 79.63% પરિણામ આવ્યું છે. જ્યારે છોટા ઉદેપુર જિલ્લાનુ પરીણામ સૌથી ઓછુ 46.38 ટકા આવ્યું છે.. માર્કશીટનું સવારે 11 વાગ્યાથી બપોર બાદ 4 વાગ્યા સુધી વિતરણ કરાશે.
ગુજરાત શિક્ષણ બોર્ડે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાના માર્ચ-2019ના ઉમેદવારોની માર્કશીટનું વિતરણ જિલ્લા કક્ષાએ નિયત કરેલા વિતરણ સ્થળો પર કરવામાં આવશે. તારીખ 21 મે 2019ને મંગળવારના રોજ સવારે 11:00 કલાકથી 16:00 કલાક દરમિયાન તેનું વિતરણ કરાશે. બોર્ડે 10માનુ પરીક્ષા 7 માર્ચથી 19 માર્ચ 2019જા રોજ આયોજીત કરી હતી. આ વર્ષ લગભગ 11 લાખ ઉમેદવારો પરીક્ષા આપી હતી
GSEB 10th Result 2019(10માં ધોરણનું) નું પરિણામ આ રીતે ચેક કરો
- એક નવુ પેજ ખુલશે જ્યા ઉમેદવારોએ જરૂરી ડિટેલ્સ એંટર કરવી પડશે અને સબમિટ પર ક્લિક કરવુ પડશે.
- રિજલ્ટ સ્ક્રીન પર દેખાશે
- રિઝલ્ટ ડાઉનલોટ કરો અને ભવિષ્ય માટે તેની પ્રિંટઆઉટ કાઢી લો.
ગયા વર્ષે 2018માં બોર્ડે 12 માર્ચથી 28 માર્ચ 2018 સુધી 10માની પરિક્ષાનુ આયોજન કર્યુ હતુ. ગયા વર્ષે પરિણામ 28 મે 2018નાઅ રોજ જાહેર કર્યુ હતુ. ગયા વર્ષે કુલ 11,03,674 વિદ્યાર્થીએઓ પરીક્ષા આપી હતી અને કુલ પાસિંગ પર્સેંટેઝ 67.6 ટકા હતુ.