22મીએ ગુજરાત સરકારે અડધી રજા જાહેર કરી:બપોર 2.30 વાગ્યા સુધી રાજ્ય સરકારની ઓફિસો બંધ રહેશે

Webdunia
શુક્રવાર, 19 જાન્યુઆરી 2024 (11:47 IST)
સમગ્ર રાજ્ય તથા દેશમાં તારીખ 22/01/2024ના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી થનાર છે. રાજ્યના તમામ લોકો આ ઉજવણીમાં ભાગ લઇ શકે તે હેતુસર તા. 22/01/2024 સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ માટે બપોરના 2.30 સુધી બંધ રહેશે.

લોકોની લાગણી અને તેમની વિનંતીઓને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે સમગ્ર ભારતમાં તમામ કેન્દ્રીય સરકારી કચેરીઓ, કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક સંસ્થાઓમાં 22મી જાન્યુઆરી 2024ના રોજ બપોરે 2:30 વાગ્યા સુધી અડધો દિવસ રજાની જાહેરાત કરી છે. જેથી ભક્તો અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ નિહાળી શકે.પાંચ રાજ્યોની સરકારે અગાઉથી જ 22 જાન્યુઆરીએ રજા જાહેર કરી છે. આ રાજ્યોમાં હરિયાણા, ગોવા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢનો સમાવેશ થાય છે.મંત્રીઓને 22 જાન્યુઆરીએ તેમના ઘરે દીવા પ્રગટાવવા અને ગરીબોને ભોજન કરાવવાનું કહેવામાં આવ્યું હતું. દિવાળીની જેમ ઉજવણી કરવાનું કહેવામાં આવ્યું છે. 22 જાન્યુઆરી પછી પોતપોતાના સંસદીય ક્ષેત્રના લોકોને પણ ટ્રેનોમાં અયોધ્યા જવા માટે કહેવામાં આવ્યું છે. તેની સંપૂર્ણ વ્યવસ્થા કરવા અને તેમની સાથે ટ્રેનમાં અયોધ્યા જવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે આ બધું એટલી સાદગી સાથે કરવું જેથી સૌહાર્દ અને સદ્ભાવ જળવાઈ રહે.

સંબંધિત સમાચાર

Next Article