વડોદરા પોલીસમાં બોટ સંચાલકો સામે નોંધાઈ FIRશહેરના હરણી ખાતે આવેલા મોટનાથ તળાવે પ્રવાસ માટે ન્યૂ સન રાઈઝ સ્કૂલના બાળકો પહોંચ્યા હતા. ત્યારે ક્ષમતા કરતા વધુ બાળકો બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો.આ દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા વિદ્યાર્થીઓ તળાવમાં ડૂબ્યા હતા. જોકે, ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક સ્થળ પર ટીમ દોડી આવી હતી. ફાયર વિભાગ દ્વારા હાલ બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. કેટલાક બાળકોને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી છે.
આ ઘટનામાં કુલ 15 લોકોના મોત થયા છે. જેમાં બે શિક્ષક અને 13 બાળક હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, ફાયર વિભાગ દ્વારા 10 બાળકો અને 2 શિક્ષકોને બચાવી લેવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળ પર હાલ રેસ્ક્યૂ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે. તેમજ હાલ NDRFની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે.
સાત બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે
ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે મીડિયાને જણાવ્યું હતુ કે, અહીંયા બાળકો બોટિંગ કરી રહ્યાં હતા તે બોટ ઊંધી વળી ગઈ છે એટલી જાણ છે પણ અન્ય બાબતની મને ખબર નથી. વડોદરાના કલેક્ટર એ.બી ગોરે મીડિયાને જણાવ્યું હતું કે, મારી જાણકારી મુજબ 23 ભુલકાઓ અને 4 શિક્ષકો હતા. તેમાંથી 11ને બચાવી લેવામાં આવ્યા છે. સાત બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને સુરક્ષિત છે.