ગુજરાત સરકારે NEET UG-2024 પરીક્ષાની તપાસ CBIને સોંપી

Webdunia
સોમવાર, 24 જૂન 2024 (15:21 IST)
NEET પેપર લીક કેસમાં કેન્દ્ર સરકારે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. આ કેસમાં શિક્ષણ મંત્રાલયની ફરિયાદ પછી સીબીઆઈની એન્ટ્રી થઈ ગઈ છે, જેણે પહેલી એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. આ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગેની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકમાં તારીખ 8 મે, 2024ના રોજ નોંધવામાં આવી છે.

આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે તેવા હેતુથી ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી FIRની તપાસ પણ રાજ્ય સરકારે સી.બી.આઇ.ને સોંપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે આ સંદર્ભમાં નોટિફિકેશન પણ જારી કર્યું છે. આમ રાજ્ય સરકારે લાંબા સમય બાદ સીબીઆઈને કોઈ કેસની તપાસ સોંપી હોય એવું બન્યું છે. આ તપાસને લઈ હવે સીબીઈની ટીમ ગુજરાત દોડી આવશે.

NEET UG-2024ની ગત તારીખ 5 મે, 2024ના રોજ લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિઓ અંગે ડાયરેક્ટર, ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન ભારત સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવેલી છે. આ અંગેની તપાસ સી.બી.આઇ. દ્વારા કરવામાં આવી રહી છે. આ તપાસ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1946ની કલમ-6 અન્વયે સી.બી.આઇ.ને સોંપવામાં આવી છે.ગોધરા અને થર્મલ ખાતેની જય જલારામ સ્કુલ માં નીટ ચોરીના આયોજનનો ભાંડો ફૂટ્યો હતો. જેની તપાસમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં 4 જુનના રોજ પરિણામ સાથે જાહેર કરેલી માર્ગદર્શિકામાં પણ NTA દ્વારા નીટની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તેમાં ગોધરા ખાતેની નીટ સંદર્ભ થયેલ ફરિયાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જયારે પટના પોલીસનો પત્ર મળ્યો હોવાનું સ્વીકાર્યુ છે.ગોધરાની જય જલારામ સ્કૂલમાં મેડિકલમાં પ્રવેશ માટે યોજાતી નીટની મહત્વની પરીક્ષામાં પાસ કરવા માટે દશ લાખ લેતા હોવાનો પર્દાફાશ થયો હતો. જે અંગે 8 મે, 2024ના રોજ શાળાના જ શિક્ષક અને સેન્ટરના ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ તુષાર ભટ્ટ સહિત 3 સામે જિલ્લા શિક્ષણાધિકારીએ તાલુકા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

સંબંધિત સમાચાર

Next Article