ટી-20 ક્રિકેટનું ગેરકાયદે સ્ટ્રીમિંગ-સટ્ટાનો પર્દાફાશ: બે આરોપીઓની ધરપકડ

સોમવાર, 24 જૂન 2024 (12:16 IST)
હાલ T-20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે ત્યારે ક્રિકેટના ગેરકાયદે લાઈવ સ્ટ્રીમિંગ અને સટ્ટાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઈમને ફરિયાદ મળતા જ બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે અન્ય એક આરોપી માટે LOC નોટિસ જાહેર કરી છે. પકડાયેલા આરોપીઓના અને કૌભાંડના તાર પાકિસ્તાન, દુબઈ અને કેનેડા સુધી જોડાયેલા છે. કેનેડામાં રહેતો માસ્ટર માઈન્ડ આ સંપૂર્ણ નેટવર્ક ચલાવતો હતો. અમદાવાદ સાયબર ક્રાઇમને એક ફરિયાદ મળી હતી. જેમાં કેટલાક શખસો ગેરકાયદે રીતે ટી-20 વર્લ્ડ કપની ક્રિકેટ મેચનું સ્ટ્રીમિંગ કરીને અધિકૃત કંપનીને આર્થિક નુકસાન પહોચાડતા હોવાની માહિતી મળી હતી. સાયબર ક્રાઇમે ટેક્નિકલ એનલીસિસની મદદથી આ ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસે ઊંઝાના દિવ્યાશું પટેલ અને બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર આકાશ ગીરી ગોસ્વામીની ધરપકડ કરી છે.સાયબર ક્રાઈમના ડીસીપી લવિના સિન્હાએ આ ઘટના અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, આરોપી દિવ્યાંશું પટેલે આઇટી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.

વર્ષ 2011-12થી તે સોફ્ટવેર ડેવલોપરનું કામ શીખ્યો હતો. છેલ્લા બે વર્ષથી પોતાના કેનેડા રહેતા મિત્ર શુભમ પટેલ સાથે મળીને અલગ-અલગ વેબસાઈટ પર પ્રોગ્રામિંગ અને સ્ટ્રીમિંગમાં કોઈ ખામી આવે તો તેને ઉકેલી આપવાનું કામ કરતો હતો. વર્ષ 2020માં શુભમ પટેલના કહેવાથી આરોપી દિવ્યાંગ પટેલે ss247.life અને ss247.live નામનો ડોમેઈન પોતાના નામે ખરીદ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર