ગુજરાત પોલીસને અદ્યતન સુવિધાથી સજ્જ પ૦ મોટરબાઇક મળ્યા, ઇમરજન્સીમાં મળશે ઝડપી સેવા

Webdunia
બુધવાર, 28 ઑગસ્ટ 2019 (10:00 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત પોલીસ દળને અદ્યતન સુવિધા સજ્જ પ૦ મોટરબાઇક ગાંધીનગરમાં અર્પણ કર્યા હતા. તેમણે હિરો હોન્ડા મોટર સાયકલ એન્ડ સ્કુટર્સ ઇન્ડીયા દ્વારા ગુજરાત પોલીસને CSR એકટીવીટી તહેત અપાયેલા આ બાઇક પોલીસ દળની કાર્યદક્ષતા વધારનારા બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીએ સાયરન, પબ્લીક એડ્રેસ સિસ્ટમ, ફલેશ લાઇટ અને હાઇ કવોલિટી સેફટી હેલ્મેટથી સજ્જ આ પ૦ બાઇકને પ્રસ્થાન સંકેત આપી રાજ્યના નાગરિકોની સેવા માટે પોલીસ દળને  અર્પણ કર્યા હતા. વિજયભાઇ રૂપાણીએ આ બાઇકર્સ હાલની PCR વાન સમકક્ષ ટુવ્હીલર છે તેમ જણાવતા ઉમેર્યુ કે, રાજ્યમાં માર્ગ અકસ્માત કે અન્ય કોઇ વિપદા સમયે જ્યાં PCR વાન પહોચી શકે તેમ ન હોય ત્યાં આવી બાઇકસથી ત્વરાએ પહોચીને સારવાર – સુરક્ષા સલામતિ પ્રબંધન ઝડપી થઇ શકશે. મુખ્યમંત્રીએ આ મોટરબાઇકને પ્રસ્થાન કરાવ્યું તે સમયે મુખ્યમંત્રીના અગ્ર સચિવ મનોજકુમાર દાસ, ગાંધીનગર રેન્જ આઇ.જી. મયંકસિંહ ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર

Next Article