Fake મેડિકલ ડિગ્રીની ગેંગનો પર્દાફાશ, માસ્ટરમાઈંડ નીકળ્યો કોંગ્રેસનો પૂર્વ નેતા, 13 ની ધરપકડ

Webdunia
શનિવાર, 7 ડિસેમ્બર 2024 (13:06 IST)
Gujarat News: ગુજરાતમાં ફરજી મેડિકલ ડિગ્રી ગેંગના સૂત્રધારની પહેલા કોંગ્રેસ નેતા હોવાની વાત સામે આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ શુક્રવારે કોંગ્રેસ પર નિશન સાધ્યુ. આરોપી ફેક ડોક્ટરી કરતા પહેલા કોંગ્રેસના નેતા હોવાની વાત સામે આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી એ શુક્રવારે કોંગ્રેસ પર નિશાન સાધ્યુ. આરોપી ફેક દોક્ટર પહેલા સૂરતમાં કોંગ્રેસના પ્રકોષ્ઠનો પ્રૢમુખ હતો. કોંગ્રેસ ની રાજ્ય એકમના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યુ કે ગુરૂવારે ધરપકડ કરવામાં આવેલ રસેશ ગુજરાતીને 2021માં પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. 
 
રસેશ ગુજરાતી સહિત 13 લોકોની ધરપકડ 
પ્રદેશ સરકારમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારે સૂરતમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યુ કે રસેશ ગુજરાતી ફેક ડોક્ટરની ડિગ્રી પ્રમાણપત્ર આપતો હતો. કોંગ્રેસના નેતાએ પૈસા લઈને અનેક અસામાજીક તત્વોને ફેક ચિકિત્સક બનાવવામાં મદદ કરી. પોલીસે ગુરૂવારે ગુજરાતી, તેના સહયોગી બીએમ રાવત અને દસ અન્ય ચિકિત્સકો સહિત 13 લોકોની ધરપકડ કરી. 
 
પોલીસે તેમની પાસેથી કથિત રૂપે ફેક બેચરલ ઓફ ઈલેક્ટ્રો-હોમિયોપેથી મેડિસિન એંડ સર્જરી(BEMS)ની ડિગ્રી જપ્ત કરી.  પોલીસે ફેક ડોક્ટરોના ક્લીનિક પરથી એલોપૈથિક અને હોમિયોપૈથિક દવાઓ ઈજેક્શન, સિરપ ની બોટલો અને પ્રમાણપત્ર પણ જપ્ત કર્યા હતા. 
 
70 હજાર રૂપિયામાં આપતા હતા ફેક ડોક્ટરી ડિગ્રી 
 ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસે સૂરતમાં ફેક ડોક્ટરી ડિગ્રી આપનારી ગેંગનો ભંડાફોડ કર્યો છે. આ ગેંગ 32 વર્ષથી ઓછા ભણેલા બેરોજગારોને 70 હજારમાં ફેક ડિગ્રીઓ આપી રહી હતી.  આ ઉપરાંત રજિસ્ટ્રેશન રિન્યુ કરાવવા માટે પાંચ હજાર રૂપિયાની ફી પણ લેતો હતો. તેમાથી એક ફેક ડોક્ટર શમીમ અંસારીનો પણ સમાવેશ છે જેની ખોટી સારવારથી એક બાળકીનુ મોત પણ થઈ ગયુ હતુ. 
 

સંબંધિત સમાચાર

Next Article